________________
૧૭૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૮ | સૂગ-૩, ૪ કોટીના ભોગવિલાસવાળું જીવન હોવા છતાં અંતરંગ રીતે તત્ત્વને અભિમુખ પ્રકૃતિ નિષ્પન્ન થયેલી હોવાથી ભોગકાળમાં પણ સંક્લેશ પામતા નથી. (૪) અત્યંત ઉપકારને કરવું -
વળી, તે મહાત્માઓ ભૂતકાળમાં ધર્મને સેવીને આવેલા હોવાથી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે તેથી સ્વજન-પરજન દરેકને ધર્મપ્રાપ્તિનું કારણ બને તે પ્રકારના ઉપકારને કરનારા બને છે. (૫) આશયવિશુદ્ધિ -
વળી, તે મહાત્માઓએ ભૂતકાળમાં ધર્મ સેવીને આત્માને અતિ ગુણસંપન્ન કરેલો હોવાથી બાહ્ય રીતે વૈભવપ્રધાન જીવન હોવા છતાં તેઓના ચિત્તની સદા વિશુદ્ધિ વર્તે છે; કેમ કે ભોગની નિઃસારતા ઘણા ભવો સુધી ભાવન કરી હોવાથી અલ્પ નિમિત્તમાં ભોગ પ્રત્યેનો વિમુખ ભાવ થાય તેવા પરિણામવાળા થાય છે. (૬) ધર્મપ્રધાનતા :
તે મહાત્માઓએ અતિનિપુણ વિવેક પ્રાપ્ત કરેલો છે તેનાથી જગતના વાસ્તવિક સ્વરૂપનું યથાર્થ અવલોકન તેઓને સ્વાભાવિક રીતે થાય છે તેના કારણે તેઓને આત્માની નિર્મળ પ્રકૃતિરૂપ ધર્મ જ એક સારરૂપ જણાય છે, અન્ય કાંઈ સારરૂપ જણાતું નથી. તેથી ભોગકાળમાં તેઓનું જીવન ધર્મપ્રધાન હોય છે. (૭) અવષ્ય ક્રિયા :
તે મહાત્માઓ ગૃહસ્થ અવસ્થામાં જે ધર્મનું સેવન કરે છે, જે અર્થ ઉપાર્જન કરે છે, જે કામનું સેવન કરે છે તે ત્રણ પ્રકારની આરાધનાની ક્રિયા અવધ્યરૂપ હોય છે, અર્થાત્ ગુણવૃદ્ધિનું એક કારણ હોય છે, પરંતુ દોષની વૃદ્ધિનું કારણ બને તેવી ભોગની પ્રવૃત્તિ પણ થતી નથી. તેથી ભોગથી પણ તેઓ ભોગ આપાદક કર્મોનો ક્ષય કરીને નિર્મળતાની પ્રાપ્તિ કરે છે, અર્થ ઉપાર્જન કરીને પણ ધર્મની વૃદ્ધિ થાય તેવો યત્ન કરે છે અને સ્વભૂમિકા અનુસાર ધર્મ પણ એ રીતે સેવે છે કે જેથી શીધ્ર પૂર્ણ ધર્મની પ્રાપ્તિનું કારણ બને છે. ll૩/૪૮૪ll અવતરણિકા:
તથા -
અવતરણિકાર્ચ - અને –
સૂત્ર:
विशुद्ध्यमानाप्रतिपातिचरणावाप्तिः, तत्सात्म्यभावः, भव्यप्रमोदहेतुता, ध्यानसुखयोगः, अतिशयद्धिप्राप्तिः ।।४/४८५ ।।