Book Title: Dharmbindu Prakaran Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 190
________________ ૧૭૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૨, ૩ થાય છે. તેથી તે મહાત્માને વિતરાગભાવની પ્રાપ્તિનું કારણ બને તેવું સામાન્ય ચરમજન્મ પ્રાપ્ત થાય છે અર્થાતુ કેટલાક મહાત્માઓને તીર્થંકરપદની પ્રાપ્તિ થાય તેવું ચરમજન્મ પ્રાપ્ત થાય છે તો કેટલાક મહાત્માને તીર્થકર સિવાય ગણધર આદિ પદનું કારણ બને તેવું સામાન્ય ચરમજન્મ પ્રાપ્ત થાય છે તો કેટલાક મહાત્માને કેવલી બનવાનું કારણ બને તેવું સામાન્ય ચરમજન્મ પ્રાપ્ત થાય છે. શ્લોકમાં તથા' બતાવીને ધર્મનું ઉદગ્ર ફલ અન્ય દૃષ્ટિથી બતાવતાં કહે છે - તે ધર્મનું ઉદગ્ર ફલ તીર્થંકરપણું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ધર્મનું પ્રકૃષ્ટ ફલ બે સ્વરૂપે બતાવી શકાય (૧) સુખની પરંપરા દ્વારા ચરમજન્મની પ્રાપ્તિ જે ચરમભવ તીર્થકર સ્વરૂપે કે અતીર્થકર સ્વરૂપે પણ હોઈ શકે. અથવા (૨) ધર્મનું ઉત્કૃષ્ટ ફળ તીર્થંકરપણાની પ્રાપ્તિરૂપે છે. II/૪૮૩ાા સૂત્ર - तत्राक्लिष्टमनुत्तरं विषयसौख्यम्, हीनभावविगमः, उदग्रतरसम्पत्, प्रभूतोपकारकरणम्, आशयविशुद्धिः, धर्मप्रधानता, अवन्ध्यक्रियत्वम् ।।३/४८४ ।। સૂત્રાર્થ - ત્યાં=સામાન્ય ચરમજન્મમાં, અલિષ્ટ અનુત્તર એવું વિષયનું સુખ, હીનભાવનું નિગમ, ઉત્કૃષ્ટ સંપત્તિ, ઘણા જીવોના ઉપકારનું કરણ, આશયની વિશુદ્ધિ, ઘર્મની પ્રધાનતા અને અવંધ્ય ક્રિયાપણું. l૩/૪૮૪ll ટીકા : 'तत्र' सामान्यतश्चरमजन्मनि 'अक्लिष्टं' परिणामसुन्दरम् ‘अनुत्तरं' शेषभोगसौख्येभ्यः प्रधानं 'विषयसौख्यं' शब्दादिसेवालक्षणम्, 'हीनभावविगमः' जातिकुलविभववयोऽवस्थादिन्यूनतारूपहीनत्वविरहः, 'उदग्रतरा' प्राग्भवेभ्योऽत्यन्तोच्चा 'सम्पत्' द्विपदचतुष्पदादिसमृद्धिः, तस्यां च 'प्रभूतस्य' अतिभूयिष्ठस्य 'उपकारस्य' स्वपरगतस्य 'करणं' विधानम्, अत एव 'आशयस्य' चित्तस्य 'विशुद्धिः' अमालिन्यरूपा, 'धर्मप्रधानता' धर्मकसारत्वम्, अतिनिपुणविवेकवशोपलब्धयथावस्थितसमस्तवस्तुतत्त्वतया 'अवन्ध्या' अनिष्फला 'क्रिया' धर्मार्थाद्याराधनरूपा यस्य तद्भावસ્તત્ત્વમ્ ૩/૪૮૪ો. ટીકાર્ય - તત્ર'... તમવન્વન્ત્યાં =સામાન્યથી ચરમજન્મમાં અશ્લિષ્ટ પરિણામથી સુંદર, અનુતર–શેષ ભોગોના સુખોથી પ્રધાન એવું વિષયનું સુખ છે=શબ્દાદિભોગરૂપ વિષયનું સુખ છે. હીનભાવનું

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266