________________
૧૬૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | શ્લોક-૩, સૂગ-૧, ૨ જ્યાં ગાઢ અંધકાર છે, કેવળ અશાતાની જ સામગ્રી છે, તેથી નારકીના જીવો અશાતાનું જ વેદન કરનારા છે તેમને પણ ભગવાનના જન્મકલ્યાણક વખતે ક્ષણભર શાતા ઉત્પન્ન થાય છે અને પ્રકાશનું કિરણ જોવા મળે છે. વળી,ભગવાન દીક્ષા લે છે ત્યારે જન્મકલ્યાણકની જેમ જ જગતના જીવોને સુખની પ્રાપ્તિ થાય છે અને કેવળજ્ઞાન કલ્યાણ વખતે પણ સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય છે; એટલું જ નહિ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકરના ઉપદેશથી ઘણા જીવોને યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે. અને નિર્વાણ કલ્યાણકમાં જો કે તીર્થકરો મોક્ષમાં ગયેલા છે તો પણ તે ઉત્તમપુરુષ જગતમાંથી જાય છે તેથી અંધકાર ફેલાય છે છતાં ભગવાનના નિર્વાણ કલ્યાણકના અવલંબનથી ઘણા જીવોને ભગવાનતુલ્ય સંસારનો અંત કરવાનો ઉત્સાહ વૃદ્ધિ પામે છે અને ઇન્દ્રો દ્વારા તેઓના ઊજવાયેલા નિર્વાણ કલ્યાણકને જોઈને ઘણા જીવોને ઉપકાર થાય છે. આ રીતે તીર્થંકરનામકર્મ સંસારી જીવોના પ્રયોજનનું સાધક છે તેમ બતાવીને તીર્થંકર નામકર્મ તીર્થંકરના આત્માના પ્રયોજનનું પણ સાધક છે તેમ શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે.
તીર્થંકરના આત્માઓ તીર્થંકર નામકર્મના ઉદયને કારણે જ મહાપરાક્રમ ફોરવીને રત્નત્રયીના પ્રતિઘાતક ઘાતિકર્મોનો નાશ કરે છે અને ક્ષાયિક ભાવની રત્નત્રયીની પ્રાપ્તિ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે તેમાં પણ તેઓનું તીર્થંકર નામકર્મ કારણ છે. 3 સૂત્ર -
इत्युक्तप्रायं धर्मफलम्, इदानीं तच्छेषमेव उदग्रमनुवर्णयिष्यामः ।।१/४८२ ।। સૂથાર્થ -
આ પ્રમાણે ઉક્ત પ્રાયઃ એવું ધર્મફલ છે. હવે ઉદગ્ર એવા તેના શેષને જ પ્રકૃષ્ટ એવા ધર્મના ફલનું જ અમે વર્ણન કરીશું. I૧/૪૮ાા ટીકા -
सुगममेव, परं 'तच्छेषम्' इति धर्मफलशेषम् ।।१/४८२।। ટીકાર્ચ -
સુમમેવથર્મશેષમ્ II ટીકાનો અર્થ સુગમ જ છે. ફક્ત “છેષ' શબ્દથી ધર્મનું ફલ ગ્રહણ કરવાનું છે. II૧/૪૮૨ાા અવતરણિકા -
एतदेव दर्शयति - અવતરણિકાર્ચ - આને જsઉત્કૃષ્ટ ધર્મફલશેષને જ બતાવે છે –