________________
૧૭૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૮ | સૂગ-૪ સૂત્રાર્થ -
વિશુદ્ધયમાન અપ્રતિપાત ચરણની પ્રાતિ, તેનો સામ્યભાવ ચારિત્રની સાથે એકત્વનો ભાવ, ભવ્યજીવના પ્રમોદની હેતુતા, ધ્યાનથી થનારા સુખનો યોગ, અતિશય ઋદ્ધિની પ્રાપ્તિ ચરમજન્મમાં પ્રાપ્ત કરે છે. II૪/૪૮૫ll ટીકા -
'विशुद्धयमानस्य' संक्लिश्यमानविलक्षणतया अप्रतिपातिनः' कदाचिदप्यभ्रंशभाजः 'चरणस्य' चारित्रस्य अवाप्तिः' लाभः, ततश्च 'तेन' विशुद्ध्यमानाप्रतिपातिना चरणेन 'सात्म्य' समानात्मता तत्सात्म्यम्, तेन सहकीभाव इत्यर्थः, तेन 'भावो' भवनं परिणतिरिति, 'भव्यप्रमोदहेतुता ध्यानसुखयोगः' भव्यजनसंतोषकारित्वं ध्यानसुखस्य शेषसुखातिशायिनः चित्तनिरोधलक्षणस्य योगः, अतिशयद्धिप्राप्तिः' अतिशयर्द्धः आमर्पोषध्यादिरूपायाः प्राप्तिः ।।४/४८५।। ટીકાર્ય :
વિશુદ્ધીમાની'..... પ્રતિઃ II સંક્ષિશ્યમાનવિલક્ષણપણારૂપે વિશુધ્ધમાન અપ્રતિપાતી ક્યારેય પણ ભ્રંશ ન પામે તેવા ચરણની ચારિત્રની, પ્રાપ્તિ લાભ થાય છે. અને તેથી આવા ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ થવાથી તેની સાથે=વિશુલ્યમાન અપ્રતિપાતી ચારિત્ર સાથે સમાન આત્મતારૂપ તત્સાભ્ય તેની સાથે એકીભાવ થાય છે–તે ચારિત્ર જીવની પ્રકૃતિ સ્વરૂપ બને છે. જીવની સાથે ચારિત્રનો એકીભાવ થયો તે રૂપે ભાવ=ભવત પરિણતિ એ તત્સાભ્ય ભાવ છે. ભવ્ય પ્રમોદહેતુતા=ભવ્યજનોના સંતોષકારીપણું (સંતોષને કરવાપણું), ધ્યાનથી થનારા સુખનો યોગ શેષસુખથી અતિશાથી ચિત્તનિરોધરૂપ ધ્યાનથી થનારા સુખનો યોગ, અતિશય ઋદ્ધિની પ્રાપ્તિ=આમ ઔષધિઆદિરૂપ ઋદ્ધિની પ્રાપ્તિ ચરમભવમાં થાય છે. ll૪/૪૮૫ ભાવાર્થ:
જે મહાત્માઓએ ધર્મનું સેવન કરીને ધર્મના પ્રકૃષ્ટ ફળરૂપ ચરમજન્મને પ્રાપ્ત કરેલ છે તેઓ ગૃહસ્થ અવસ્થામાં હોય ત્યારે ધર્મના પ્રકૃષ્ટ ફળની આરાધનારૂપ અવંધ્ય ક્રિયા કરે છે તેમ પૂર્વમાં કહ્યું તેવા મહાત્માઓ ઉચિત કાળે સંયમ ગ્રહણ કરે છે તે વખતે તેઓને વિશુદ્ધ અપ્રતિપાતી એવા ચારિત્રની પ્રાપ્તિ થાય છે. (૧) વિશુક્યમાન અપ્રતિપાતીચરણની પ્રાપ્તિ -
ગુણસ્થાનકની પરિણતિરૂપ ભાવથી ચારિત્રની પ્રાપ્તિ પણ, કેટલાક જીવોને વિશુદ્ધયમાન અને અપ્રતિપાતી થાય છે.