________________
૧૭૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ અધ્યાય-૮ | સૂત્ર-૪
વળી, જેઓને પ્રતિપાતી અને અવિશુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ છે તેઓ ચારિત્ર સેવીને ગુણની વૃદ્ધિ કરે છે અને સ્કૂલનાઓને પણ પામે છે અને જેઓ વિશુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરે છે તેઓ ઉત્તરોત્તર મોહનો નાશ કરીને વિશુદ્ધ-વિશુદ્ધતર ચારિત્ર પ્રાપ્ત કરે છે. છતાં વિશુદ્ધ ચારિત્રવાળા પણ તે જીવો ભવના અંતે તે ચારિત્રના પાતને પામીને દેવભવમાં જાય છે તેથી તેઓનું ચારિત્ર પ્રતિપાતી હોય છે. જ્યારે આ મહાત્માઓએ તો ઘણા જન્મમાં ચારિત્રનો અભ્યાસ કરીને તે ચારિત્ર આત્મસાત્ કરેલ છે તેથી ચારિત્ર ગ્રહણ કર્યા પછી સતત વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે અને તેનાથી પ્રતિપાત થયા વગર તે ચારિત્રના બળથી અવશ્ય ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે તેથી તેઓનું ચારિત્ર વિશુદ્ધ અને અપ્રતિપાતી છે. (૨) તત્સામ્યભાવ -
વળી, તે મહાત્માઓ વિશુદ્ધચમાન અપ્રતિપાતી એવા ચારિત્ર સાથે તે પ્રકારે સાલ્યભાવને પ્રાપ્ત કરે છે જેથી સેવાતું એવું તે ચારિત્ર જીવની પ્રકૃતિરૂપ બને છે; કેમ કે ચારિત્ર એ માત્ર બાહ્ય આચરણારૂપ નથી પરંતુ બાહ્ય આચરણાના બળથી વીતરાગતાને અભિમુખ એવી નિર્મળ નિર્મળતર પરિણતિ સ્વરૂપ છે અને તે મહાત્મા જે જે ભૂમિકાના ચારિત્રનું સેવન કરે છે તે તે ભૂમિકાના વીતરાગતાના આસન્નભાવને પોતાની પ્રકૃતિરૂપ બનાવે છે તેથી તે ભાવ સાથે તેઓનો એકીભાવ પ્રાપ્ત થાય છે. (૩) ભવ્ય પ્રમોદહેતુલા :
વળી, ઉત્તમ ચારિત્રના પાલનને કારણે તે મહાત્માઓમાં તે પ્રકારની સહજ ઉત્તમ પ્રકૃતિ હોય છે જેથી યોગ્ય જીવો તેમના દર્શન માત્રથી પ્રમોદને પ્રાપ્ત કરે છે. (૪) ધ્યાનથી થનારા સુખનો યોગ -
સંસારી જીવોને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખથી અતિશયિત એવું ચિત્તના ધૈર્યજન્ય ધ્યાનથી થનારું સુખ તે મહાત્માઓને પ્રાપ્ત થાય છે; કેમ કે તે મહાત્માઓએ સંયમકાળમાં જે કાંઈ શ્રતનું અધ્યયન કર્યું છે તે શ્રુતથી આત્માને સતત એ રીતે વાસિત કરે છે જેથી તે શ્રતથી થનારા આત્માની સ્વસ્થતારૂપ સુખની પ્રાપ્તિ તેઓને સતત વર્તે છે અર્થાતું ધ્યાન માટે પણ તેમને શ્રમ કરવો પડતો નથી પણ સહજ પ્રકૃતિથી ભાવિત મતિ હોવાને કારણે શ્રુતના ભાવોમાં જ તેઓનું ચિત્ત સ્થિરતાને પામેલું હોય છે તેથી આત્માની સહજ પ્રકૃતિરૂપ સ્વસ્થતાના સુખનો અનુભવ વર્તે છે. (૫) અતિશય ઋદ્ધિની પ્રાપ્તિ -
વળી, તે મહાત્માઓ જ્યારે વિશુદ્ધ ચારિત્રનું પાલન કરે છે તેનાથી થતી આત્મશુદ્ધિને કારણે તે તે પ્રકારના વિયતરરાય આદિ કર્મોનો વિશેષ ક્ષયોપશમ થાય છે તેનાથી આમર્ષ ઔષધિઆદિરૂપ અનેક લબ્ધિની પ્રાપ્તિ થાય છે. જે ઋદ્ધિઓ પણ તે નિઃસ્પૃહી મહાત્માઓની નિઃસ્પૃહતાની વૃદ્ધિનું કારણ બને છે. I૪/૪૮પા