________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | શ્લોક-૨, ૩ સૂત્રાર્થ:
આનાથી પર અન્ય આ જગતમાં ઉત્તમસ્થાન વિધમાન નથી. જે પ્રકારે સમ્યફ સ્વ-પરના અર્થનું પ્રસાઘક તીર્થંકરપણું છે. II/૪૪TI ટીકા -
'न' नैव 'अतः' तीर्थकृत्त्वात् 'परम्' अन्यत् 'जगत्यस्मिन्' उपलभ्यमाने चराचरस्वभावे 'विद्यते' समस्ति 'स्थानं' पदम् ‘उत्तम' प्रकृष्टं 'तीर्थकृत्त्वम्' उक्तरूपं 'यथा' येन प्रकारेण 'सम्यग्' यथावत् 'स्वपरार्थप्रसाधकं' स्वपरप्रयोजननिष्पादकम् ।।२।। ટીકાર્ય -
' નિમ્િ આનાથી તીર્થંકરપણાથી, પર બીજું, આ જગતમાંઃપ્રાપ્ય થતા ચરાચર સ્વભાવવાળા જગતમાં, પ્રકૃષ્ટ પદ=ઉત્તમ સ્થાન વિદ્યમાન નથી જ. જે પ્રકારે સમ્યફ યથાવત, સ્વપરાર્થપ્રસાધક=સ્વ-પર પ્રયોજનનું નિષ્પાદક તીર્થંકરપણું છે. રા ભાવાર્થ :
જે મહાત્માઓ સમ્યફ ધર્મનું સેવન કરે છે તેઓને જેમ આનુષંગિક રીતે ઉત્તર ઉત્તરના ભવોમાં ભોગસામગ્રી મળે છે, ચક્રવર્તીપણું મળે છે તેમ સેવાયેલા શુદ્ધ ધર્મના પ્રકૃષ્ટ ફળરૂપે તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. અને તીર્થંકરપણાથી અધિક પ્રકૃષ્ટ શ્રેષ્ઠ ફળ જગતમાં અન્ય કોઈ જ નથી; કેમ કે તીર્થંકરપણું સ્વ અને પરના પ્રયોજનનું સમ્યફ નિષ્પાદક છે.
આશય એ છે કે જીવનું પ્રયોજન સંસારની સર્વ કદર્થનાથી પર પૂર્ણ સુખમય મોક્ષઅવસ્થાની પ્રાપ્તિ છે અને તીર્થકર તીર્થંકર થઈને યોગનિરોધ કરે છે જેના ફળરૂપે સર્વ દુઃખોનો અંત કરીને મોક્ષસુખને પ્રાપ્ત કરે છે અને અન્ય જીવોને પણ પોતાને તુલ્ય થવા માટેની ઉચિત વ્યવસ્થા તીર્થકરો જ બતાવી શકે છે. વળી, ચરમભવમાં કેવળજ્ઞાન પામે છે ત્યારે વચનાતિશયવાળા હોવાથી અને જ્ઞાનાતિશયવાળા હોવાથી જગતને એકાંતે ઉપકાર થઈ શકે તેવો ઉપદેશ કેવલી કરતાં પણ તીર્થકરો વિશેષથી આપી શકે છે; કેમ કે કેવલી પાસે વચનાતિશય નથી. તેથી સર્વ જીવોના ઉપકારને કરે એવું તીર્થંકરપણું છે માટે ધર્મનું પ્રકૃષ્ટ ફળ છે. આવા અવતરણિકા -
एतदेव भावयति - અવતરણિતાર્થ - આને જન્નતીર્થંકરપણું જ સર્વોત્તમ સ્થાન છે એને જ, ભાવન કરે છે=સ્પષ્ટ કરે છે –