________________
૧૬૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | શ્લોક-૧, ૨ તીર્થંકરપદ પ્રાયોગ્ય જીવોનું સામાન્યથી પણ આ લક્ષણ શાસ્ત્રમાં કહેવાય છે – “આeતીર્થકરના જીવો, આકાલ પરાર્થવ્યસનવાળા, ઉપસર્જન કરાયેલા સ્વાર્થવાળા, ઉચિત ક્રિયાવાળા, અદીનભાવવાળા, સફલ આરંભી, અદઢ અનુશવાળા, કૃતજ્ઞતાના પતિ, અનુપહતચિત્તવાળા, દેવગુરુના બહુમાની અને ગંભીર આશયવાળા હોય છે.” (લલિતવિસ્તરા)
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. [૧] ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ ધર્મનું સ્વરૂપ બતાવ્યા પછી તે ધર્મનું કેવું શ્રેષ્ઠ ફળ મોક્ષની પ્રાપ્તિ પૂર્વે સંસારી જીવોને પ્રાપ્ત થાય છે તેનું વર્ણન સાતમા અધ્યયનમાં કર્યું. હવે કહે છે કે વધારે શું કહીએ ? જગતમાં સર્વોત્તમ એવું તીર્થંકરપણું છે જે જગતમાં જીવમાત્રને હિત કરનારું છે. તેવું તીર્થંકરપણું પણ નરોત્તમ પુરુષો પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી પ્રાપ્ત કરે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સામાન્યથી અભિક્ષણ શ્રુત જ્ઞાનનો ઉપયોગ રાખીને જેઓ શ્રતથી નિયંત્રિત ક્રિયાઓ કરે છે તેઓને શ્રુતધર્મના નિષ્પાદક તીર્થંકરો પ્રત્યે અત્યંત બહુમાનભાવ વર્તે છે તેથી સ્વભૂમિકાની દરેક ક્રિયાઓમાં તીર્થંકરનું સ્મરણ કરીને તીર્થંકરના વચનથી નિયંત્રિત તે તે ક્રિયાઓ કરે છે. તે પ્રકારના પરિશુદ્ધ ધર્મથી તેઓ તીર્થકરતુલ્ય થાય છે.
વળી, તીર્થકરના જીવો સામાન્ય સર્વ પુરુષો કરતાં વિશેષ છે; કેમ કે ધર્મ પામ્યા પછી તેમાં પરાર્થવ્યસનતા આદિ દસ ગુણ અત્યંત પ્રગટ દેખાય છે જે બીજ સ્વરૂપે અનાદિ કાળથી તેઓમાં હતા. તેથી જે જીવોમાં પરાર્થવ્યસનતા આદિ ગુણો પ્રગટી શકે તેવી બીજરૂપે વિશેષ યોગ્યતા છે તે જ જીવો તીર્થંકર થાય છે. તેથી સર્વકાળ આ ગુણો બીજરૂપે છે, માટે “આકાલ' કહેલ છે. આવા અવતરણિકા :
ननु यदि तीर्थकृत्त्वं धर्मादेवाप्नोति तथापि कथं तदेव प्रकृष्टं धर्मफलमिति ज्ञातुं शक्यमित्याह - અવતરણિકાર્ય :
જો તીર્થંકરપણું ધર્મથી જ પ્રાપ્ત થાય છે તો પણ તે જ ધર્મનું પ્રાકૃષ્ટ ફળ છે તે કેમ જાણી શકાય છે ? એથી કહે છે –
સૂત્ર :
नातः परं जगत्यस्मिन् विद्यते स्थानमुत्तमम् । तीर्थकृत्त्वं यथा सम्यक् स्वपरार्थप्रसाधकम् ।।२।।