________________
૧૬૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૪ શ્લોકાર્ય :
લોકમાં અનુબંધ ગુણયુક્ત જે કાંઈ શુભસ્થાન છે તે સર્વને જ મનુષ્ય ધર્મથી પ્રાપ્ત કરે છે. I૪/૪૦II ટીકા -
'यत्किञ्चन' सर्वमेवेत्यर्थः 'शुभं' सुन्दरं 'लोके' त्रिजगल्लक्षणे 'स्थानं' शक्राद्यवस्थास्वभावं 'तत्सर्वमेव हिः' स्फुटम्, कीदृशमित्याह-'अनुबन्धगुणोपेतं' जात्यस्वर्णघटितघटादिवत् उत्तरोत्तरानुबन्धसमन्वितं 'धर्माद्' उक्तनिरुक्ताद् 'आप्नोति' लभते 'मानवः' पुमान्, मानवग्रहणं च तस्यैव परिपूर्णधर्मसाधनसहत्वादिति ।।४।। ટીકા :
શ્વિન ..... પરિપૂર્ણસાધનHદત્તાહિતિ || જે કાંઈ=સર્વ જ એ પ્રકારનો અર્થ છે. સુંદર લોકમાંeત્રણ જગતરૂપ લોકમાં, શક્રાદિઅવસ્થાસ્વભાવવાળું સ્થાન છે તે સર્વ જ સ્પષ્ટ અનુબંધ ગુણથી યુક્ત જાત્યસુવર્ણથી ઘડાયેલા ઘટાદિની જેમ ઉત્તરોત્તર અનુબંધ ગુણથી યુક્ત, ધર્મથી=પૂર્વમાં વર્ણન કરાયેલ ધર્મથી મનુષ્ય પ્રાપ્ત કરે છે. અને મનુષ્યનું ગ્રહણ તેના જ પરિપૂર્ણ ધર્મના સાધનમાં સમર્થપણું હોવાથી છે. સા. ભાવાર્થ -
સુવર્ણનો ઘડો તૂટી જાય તોપણ ફરીથી તે સુવર્ણથી નવો ઘડો નિર્માણ થાય છે. તેથી તે નવા ઘટમાં સુવર્ણ અનુબંધગુણથી યુક્ત છે=પ્રવાહરૂપે પ્રાપ્ત થાય છે. જ્યારે માટીનો ઘડો ફૂટ્યા પછી તે માટીનો ફરી ઘડા માટે ઉપયોગ થતો નથી. તેથી માટીના ઘડાની માટી અનુબંધગુણથી યુક્ત નથી. તેમ જે મહાત્માઓ પૂર્વમાં વર્ણન કર્યું તેવો સ્વભૂમિકા અનુસાર વિવેકપૂર્વકનો ધર્મ સેવે છે તે જાત્યસુવર્ણની જેમ ઉત્તરના દેવભવમાં પણ ઘટતુલ્ય સંયમનો નાશ થવા છતાં પણ સુવર્ણતુલ્ય તત્ત્વ પ્રત્યેના રાગના પરિણામ રૂપ ઉત્તમ ભાવો દેવભવમાં અનુવૃત્તિરૂપે રહે છે, જે ઉત્તમ ભાવોના બળથી તેઓને ઉત્તમ એવો સુવર્ણના ઘટ જેવો ચારિત્રધર્મ ફરી બીજા ભવમાં વિશિષ્ટ પ્રાપ્ત થાય છે. લોકમાં તેવા અનુબંધગુણથી યુક્ત એવાં જે સર્વ શક્રાદિસ્થાનો છે તે મનુષ્ય ઉત્તમ ધર્મના સેવનથી પ્રાપ્ત કરે છે તેથી તે સ્થાનોને પામ્યા પછી તે મહાત્મા અધિક અધિક ધર્મને સેવીને પ્રાયઃ સુખની પરંપરાને પ્રાપ્ત કરે છે. માટે કલ્યાણના અર્થી જીવોએ સર્વ ઉદ્યમથી પૂર્વમાં વર્ણન કરાયેલા ધર્મના સ્વરૂપને સમ્યફ જાણવું જોઈએ, જાણ્યા પછી તે ધર્મના આદ્યભૂમિકાના સ્થાનથી માંડીને અંતિમ ભૂમિકા સુધીનાં ધર્મસ્થાનોને વારંવાર ભાવન કરીને તેના પ્રત્યે રાગબુદ્ધિ સ્થિર કરવી જોઈએ અને સ્વભૂમિકા અનુસાર ઉત્તમ ધર્મને સેવવો જોઈએ, જેથી ઉત્તર ઉત્તરના ધર્મને સેવવાને અનુકૂળ શક્તિનો સંચય થાય. આ રીતે અનુબંધગુણથી યુક્ત એવા શક્ર આદિ ઉત્તમ સ્થાનને પામીને પોતે કલ્યાણની પરંપરાની પ્રાપ્તિને પામે. આઝા