________________
૧૬૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૮, શ્લોક-૪ 'काष्ठासिद्धौ' प्रकर्षनिष्पत्तौ शैलेश्यवस्थालक्षणायां 'निर्वाणस्य' सकलक्लेशलेशविनिर्मुक्तजीवस्वरूपलाभलक्षणस्य अवाप्तिः' लाभ 'इतिः' परिसमाप्ताविति ।।३८/४८१।। ટીકાર્ય -
ત્તિ' પરિસમાપતાવિતિ . આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ નીતિથી, અપ્રમાદ સુખની અપ્રમત્તતારૂપ સુખની વૃદ્ધિથી–ઉત્કર્ષથી, તેના કાષ્ઠાની સિદ્ધિ થયે છતે સુખાત્મક ચારિત્રધર્મની શૈલેશી અવસ્થારૂપ પ્રકર્ષની પ્રાપ્તિ થયે છતે, નિવણની સકલ ક્લેશથી રહિત જીવસ્વરૂપના લાભરૂપ નિર્વાણની પ્રાપ્તિ છે. “તિ' શબ્દ ઉપસંહારની પરિસમાપ્તિમાં છે. ૩૮/૪૮૧ ભાવાર્થ
પ્રસ્તુત ગ્રંથમાં વર્ણન કર્યું તે પ્રકારના ધર્મના સ્વરૂપને જાણીને જે મહાત્મા પોતાની ભૂમિકાને અનુરૂપ ધર્મનું સેવન કરે છે તે મહાત્મા ઉત્તર ઉત્તરના ધર્મને અનુકૂળ શક્તિનો સંચય કરે છે, સાથે સાથે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે જેના ફળરૂપે ઉત્તમ દેવભવ અને ઉત્તમ મનુષ્યભવ પૂર્વ પૂર્વ કરતાં વિશેષ ભોગસામગ્રીયુક્ત પ્રાપ્ત કરે છે. વળી, ભોગકાળમાં વિકારો મંદ વર્તે છે અને અધિક અધિકતર મંદ થાય છે અને દરેક ભવમાં વિશેષ વિશેષ પ્રકારનો ધર્મ સેવે છે, તે રીતે તે મહાત્માને વિકારોથી પર અવસ્થાની પ્રાપ્તિને અનુકૂળ અપ્રમાદ સુખની વૃદ્ધિ થાય છે, જે આત્માના શુદ્ધ ભાવમાં ચરણ સ્વરૂપ ચારિત્રાત્મક છે અને તે ચારિત્રની પરાકાષ્ઠા યોગનિરોધકાળમાં પ્રાપ્ત થાય છે; કેમ કે તે વખતે આત્મામાંથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ ભાવલિનો સર્વથા અભાવ પ્રાપ્ત થાય છે. જેના ફળસ્વરૂપે સર્વ ક્લેશથી રહિત એવા જીવના સ્વરૂપ રૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે સંસારમાં વર્તતા ક્લેશના નિવારણના અર્થીએ સ્વભૂમિકા અનુસાર ધર્મના સેવનમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. I૩૮૪૮૧II.
અવતરણિકા :
શ્લોક-૩માં કહેલ કે ધર્મકલ્પદ્રમનું ફળ વિશિષ્ટ દેવલોકનું સુખ અને પ્રકૃષ્ટ મોક્ષ છે. અને તે ધર્મના ફળનું અત્યાર સુધી વર્ણન કર્યું. હવે જગતમાં જે કંઈ ઉત્તમસ્થાનો છે તે પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે તે બતાવવા કહે છે –
શ્લોક :
यत्किञ्चन शुभं लोके स्थानं तत्सर्वमेव हि । अनुबन्धगुणोपेतं धर्मादाप्नोति मानवः ।।४।।.