________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૩૫, ૩૬
૧૫૭ થતી નથી. માટે સંયમની સર્વ ક્રિયાઓ મોક્ષને અનુકૂળ શુભ પરિણામ કરવા દ્વારા જ મોક્ષનું કારણ છે તેમ સિદ્ધ થાય છે. તેથી મોક્ષના અર્થીએ વારંવાર જિનવચનનું સૂક્ષ્મ આલોચન કરીને જિનવચન અનુસાર તે તે ક્રિયાથી નિષ્પાદ્ય એવા તે તે ભાવોમાં અંતરંગ યત્ન થાય તે રીતે જ સર્વ અનુષ્ઠાન સેવવાં જોઈએ; જેથી તે અનુષ્ઠાનના સેવનથી મોક્ષની પ્રાપ્તિના પ્રતિબંધક કર્મોના નાશથી શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય. I૫૪૭૮II અવતરણિકા :
एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્ચ -
આ પણ મોક્ષને અનુકૂળ શુભ પરિણામના અભાવમાં મન-વચન-કાયાના બળથી લેવાયેલી સંયમની શુદ્ધ ક્રિયા પણ, મોક્ષનું કારણ નથી એ પણ કેમ છે ? એથી કહે છે –
સૂત્ર:
| સર્વનીવાનામેવાનન્નશો ગ્રેવેયોગપતિશ્રવત્ રૂદ/૪૭૬ / સૂત્રાર્થ -
સર્વ જીવોને જ અનંતી વખત રૈવેયકના ઉપપાતનું શ્રવણ હોવાથી સમગ્ર ક્વિાના યોગમાં પણ મોક્ષની અસિદ્ધિ છે. 139/૪૭૯ll ટીકા -
'सर्वजीवानामेव' सर्वेषामपि व्यवहारार्हाणां प्राणिनाम् 'अनन्तशः' अनन्तान् वारान् 'ग्रैवेयकेषु' विमानविशेषेषूपपातस्य उत्पत्तेः 'श्रवणात्' शास्त्रे समाकर्णनात् ।।३६/४७९।। ટીકાર્થ:
સર્વનીવાનાનેa' ... સમાજનાત્ | સર્વ જીવોને જ=સર્વ પણ વ્યવહારયોગ્ય જીવોને જ, અનંતીવાર સૈવેયકમાં વિમાનવિશેષમાં ઉ૫પાતનોઃઉત્પત્તિનું શ્રવણ હોવાથી શાસ્ત્રમાં સંભળાતું હોવાથી મોક્ષને અનુકૂળ પરિણામના અભાવમાં સમગ્ર ક્રિયાના યોગમાં પણ મોક્ષની અસિદ્ધિ છે. Il૩૬/૪૭૯iા ભાવાર્થ -
ચરમાવર્ત બહારના જીવો મોક્ષને અનુકૂળ ભાવ વગર જ્ઞાનાચારાદિ પાંચ આચારોને મન-વચન-કાયાથી શુદ્ધ પાળીને અનંતી વખત રૈવેયકમાં ઉત્પન્ન થયા છે તેવું શાસ્ત્રમાં સંભળાય છે. તેથી નક્કી થાય છે કે સમ્યગ્દર્શન આદિ શુભ પરિણામ વગરની ક્રિયા મોક્ષની પ્રાપ્તિનું કારણ નથી.