________________
૧પ૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૯, ૩૦ શુભાનુબંધીપણું હોવાથી. આશય એ છે કે તેઓની ભોગોની પ્રવૃત્તિ પણ મોક્ષની પ્રાપ્તિનું કારણ બને એવા આર્યદેશ, ઉત્તમ સંઘયણ આદિ કુશલ ફલોની પરંપરા કરાવે તેવા પ્રકારની પ્રવૃત્તિરૂપ છે. તેથી જે શુભ અનુબંધવાળું પુણ્ય હોય તેનું કારણ હંમેશાં ઉચિત પ્રવૃત્તિ જ હોય. આ મહાત્મા શુભાનુબંધી પુણ્યાનુબંધને બાંધનારા હોવાથી કુત્સિત પ્રવૃત્તિ કરતા નથી.
આનાથી એ ફલિત થાય કે આ મહાત્માઓ ભૂતકાળમાં ઉત્તમ પ્રકૃતિ નિષ્પન્ન કરીને જન્મેલા છે તેથી ભોગનાં સાધનોથી ભોગમાં જે પ્રવૃત્તિ છે તે ભોગ પણ સુખનું જ કારણ બને છે પરંતુ દુર્ગતિની પ્રાપ્તિના કારણભૂત અશુભકર્મબંધનું કારણ બનતું નથી. તેથી તેઓનાં ભોગો પણ એકાંતે કલ્યાણનાં કારણ છે. ||૨૯/૪૭રણા અવતરણિકા -
बन्धहेतुत्वाभावमेव विशेषतो भावयत्राह - અવતરણિતાર્થ :
બંધહેતુત્વના અભાવને જ વિશેષથી ભાવન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ -
સૂત્ર-૨૯માં કહેલું કે ઉત્તમ ધર્મને સેવીને મનુષ્યભવને પામેલા મહાત્માઓનાં ઉદાર ભોગસુખનાં સાધનો પણ બંધના હેતુ થતાં નથી.
કેમ બંધના હેતુ થતાં નથી ? એને જ વિશેષથી સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – સૂત્રઃ
अशुभपरिणाम एव हि प्रधानं बन्धकारणम्, तदङ्गतया तु बाह्यम् સારૂ૦/૪૭રૂ II સૂત્રાર્થ -
જે કારણથી, અશુભ પરિણામ જ બંધનું પ્રધાન કારણ છે. વળી, તેના અંગપણાથી= અશુભ પરિણામના અંગપણાથી, બાહ્ય બાહ્ય ભોગની પ્રવૃત્તિ બંધનું કારણ છે તે કારણથી તે મહાત્માઓને ભોગકાળમાં પણ બંઘ થતો નથી એમ પૂર્વસૂત્ર સાથે અન્વય છે. [૩૦/૪૭૩||
ટીકા -
'अशुभपरिणाम एव' 'हिः' यस्मात् 'प्रधानं' मुख्यं 'बन्धकारणं' नरकादिफलपापकर्मबन्धनिमित्तं न तु अन्यत् किञ्चित्, 'तदङ्गतया तु' अशुभपरिणामकारणतया पुनर्बाह्यम् अन्तःपुरपुरादि વન્યરિમિતિ રૂ૦/૪૭રૂા.