________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૦, ૩૧
ટીકાર્ય ઃ
‘અનુમરિખામ વ’. વન્યજારમિતિ || જે કારણથી અશુભ પરિણામ જ પ્રધાન=મુખ્ય, બંધનું કારણ છે=નરકાદિ લને અનુકૂળ પાપકર્મ બંધનું નિમિત્ત છે, પરંતુ અન્ય કાંઈ નથી=અશુભ પરિણામ સિવાય અન્ય કોઈ વસ્તુ દુર્ગતિનું કારણ નથી. વળી, તેના અંગપણાથી=અશુભ પરિણામના કારણપણાથી, બાહ્ય=અંતઃપુર, નગરાદિ બંધનાં કારણો છે. ૩૦/૪૭૩॥
૧૫૧
ભાવાર્થ:
જીવ પોતાના શુભ કે અશુભ પરિણામથી જ કર્મબંધ કરે છે. પણ તેની પાસે બાહ્ય સામગ્રી કેટલી પ્રચુર છે કે ભોગની પ્રવૃત્તિ કેટલી પ્રચુર છે તેના આધારે જીવ કર્મબંધ કરતો નથી. ફક્ત ભોગાદિની બાહ્ય સામગ્રી બહુલતાએ ભોગાદિની બાહ્ય પ્રવૃત્તિ કરાવીને અશુભ પરિણામ કરાવે છે, તેનાથી અશુભ કર્મબંધ થાય છે. આમ છતાં, જે મહાત્માઓને સિદ્ધ અવસ્થા જ જીવની સુંદર અવસ્થા છે તેવો સ્પષ્ટ બોધ છે અને તેના ઉપાયભૂત વીતરાગભાવ જ જીવ માટે હિતરૂપ છે એવો સ્પષ્ટ બોધ છે, તેથી સ્વશક્તિ અનુસા૨ વીતરાગભાવની પ્રાપ્તિના અનન્ય કારણરૂપ જિનવચનને સદા જાણવા યત્ન કરે છે અને તે વચનથી સદા આત્માને ભાવિત કરે છે; તે મહાત્માઓ ક્વચિત્ પૂર્વનાં પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગો ભોગવે છે ત્યારે પણ તે ભોગની પ્રવૃત્તિ દ્વારા ભોગના વિકારોને શાંત કરે છે. તેથી ભોગ પ્રત્યેની વૃદ્ધિ વધતી નથી, પરંતુ ભોગથી વિમુખ ચિત્ત બને છે તેથી ભોગકાળમાં પણ તેઓને વર્તતા શુભ પરિણામને કારણે અશુભ કર્મનો બંધ થતો નથી, માટે તેઓના ભોગો બંધનું કારણ નથી તેમ પૂર્વસૂત્રમાં કહેલ છે. II૩૦/૪૭૩||
અવતરણિકા :
कुत ? इत्याह
અવતરણિકાર્ય :
-
કેમ ભોગની પ્રવૃત્તિથી તે મહાત્માઓને કર્મબંધ થતો નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે સૂત્રઃ
તમારે વાઘાવત્ત્તવન્ધમાવાત્ ||૩૧/૪૭૪||
સૂત્રાર્થ :
--
તેના અભાવમાં=ભોગકાળમાં અશુભ પરિણામના અભાવમાં, બાહ્યથી=ભોગજન્ય પ્રવૃત્તિથી થનારી બાહ્યહિંસાદિથી, અલ્પબંધનો ભાવ હોવાથી=મોક્ષમાર્ગમાં અપ્રતિરોધક એવા અસાર કર્મબંધનો સદ્ભાવ હોવાથી, તેઓને બંધ નથી એમ કહેલ છે. II૩૧/૪૭૪||