________________
૧૦૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૦
અવતરણિકા :
तत्र च यद् भवति तदाह - અવતારણિકાર્ય :
અને ત્યાં=પ્રાપ્ત થયેલા એવા ઉચિત મનુષ્યભવમાં જે થાય છે=જે પ્રાપ્ત થાય છે તેને કહે છે – સૂત્ર :
सुन्दरं रूपम्, आलयो लक्षणानाम्, रहितमामयेन, युक्तं प्रज्ञया, संगतं હસ્તીનાપન ૧૦/રૂા સૂત્રાર્થ -
સુંદર રૂપ, લક્ષણોનું સ્થાન લક્ષણયુક્ત શરીર, રોગોથી રહિત શરીર, પ્રજ્ઞાથી યુક્ત અને કલાકલાપથી યુક્ત એવો ભવ પ્રાપ્ત થાય છે. II૧૦/૪પ૩il ટીકા -
'सुन्दरं' शुभसंस्थानवत्तया 'रूपम्' आकारः, 'आलयो लक्षणानां' चक्रवज्रस्वस्तिकमीनकलशकमलादीनाम्, 'रहितं' परित्यक्तं 'आमयेन' ज्वराऽतीसारभगन्दरादिना रोगेन, ‘युक्तं' संगतं 'प्रज्ञया' बहुबहुविधादिविशेषणग्राहिकया वस्तुबोधशक्त्या, 'संगतं' संबद्धं 'कलानां' लिपिशिक्षादीनां शकुनरुतपर्यवसानानां कलापेन समुदायेन ।।१०/४५३।। ટીકાર્ય :
સુર” ” સમુદાન | શુભસંસ્થાનવાળાપણાથી સુંદર એવું રૂપ આકાર, લક્ષણોનો ચક્ર, વજ, સ્વસ્તિક, માછલી, કમલાદિરૂપ લક્ષણોનો, આલય =નિવાસસ્થાન, આમયથી=જ્વર, અતિસાર, ભગંદરાદિ રોગથી, રહિત એવું શરીર, પ્રજ્ઞાથી બહુ-બહુવિધાદિ વિશેષણને ગ્રહણ કરનાર એવી બોધની શક્તિથી સંગત એવો ભવ પ્રાપ્ત થાય છે. કલાઓનો લિપિશિલાદિથી માંડીને શકુન અને અવાજ પર્યવસાન કલાપથી=સમુદાયથી, સંગત=સંબદ્ધ, ભવપ્રાપ્તિ થાય છે. ૧૦/૪પા . ભાવાર્થ
જે મહાત્માઓ ઉત્તમ ધર્મને સેવીને દેવભવમાં ગયા છે ત્યાં પણ વિશિષ્ટ પ્રકારની ધર્મની શક્તિનો સંચય કરે છે, તેથી દેવભવમાંથી ઍવીને વિશિષ્ટ પ્રકારના ધર્મને પ્રાપ્ત કરે છે જે મનુષ્યભવમાં તેઓને જે શરીર મળે છે તે પણ અતિસુંદરરૂપવાળું હોય છે. વળી, તેઓનું શરીર અનેક ઉત્તમ લક્ષણથી યુક્ત હોય છે જેથી પ્રાયઃ આ મહાત્મા છે તેવું સૂચન તેઓના દેહનો આકાર અને દેહનાં લક્ષણો જ કરે છે.