________________
૧૩૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ / સુત્ર-૨૦, ૨૧ ભાવાર્થ :
વળી, ઉપરના દેવલોકમાં ગયેલા મહાત્માઓ સંયમના ઉત્તમ સંસ્કારોના કારણે ભાવિત મતિવાળા હોવાથી સુક્તનાં દુઃખથી તેઓનું ચિત્ત રહિત હોય છે, તેથી વિષયોમાં પણ સુક્ય હોતું નથી, બોલવાની પ્રકૃતિ પણ શાંત હોય છે, કાયાની ચેષ્ટા પણ અલ્પ માત્રામાં હોય છે, તેથી તેઓને ઉત્સુકતાકૃત દુઃખ નહિવત્ જેવું હોય છે. ll૨૭/૪૬all અવતરણિકા -
पुनरपि कीदृगित्याह - અવતરણિકાર્ય -
વળી, પણ કેવા પ્રકારનું તે દેવસ્થાન હોય છે ? તે કહે છે – સૂત્ર :
अतिविशिष्टाहलादादिमत् ।।२१/४६४ ।। સૂત્રાર્થ -
અતિવિશિષ્ટ આહલાદ આદિવાળો તે દેવભવ હોય છે. ર૧/૪૬૪ ટીકા :
'अतिविशिष्टा' अत्युत्कर्षभाजो ये 'आह्लादादय' आह्लादकुशलानुबन्धमहाकल्याणपूजाकरणादयः સુવૃતિવિશેષ: તઘુત્તમ્ પાર/૪૬૪ ટીકાર્ય :
ગતિવિશિષ્ટા' ... તણુન્ II અતિવિશિષ્ટ=અતિ ઉત્કર્ષવાળા જે આહલાદ આદિ=આહલાદ, કુશલ અનુબંધ, મહાકલ્યાણ કરનારા પૂજાકરણ આદિ સુકૃત વિશેષો તેનાથી યુક્ત ભવ હોય છે. Ji૨૧/૪૬૪. ભાવાર્થ :
વળી, તે મહાત્માઓને તે દેવભવમાં મહાકલ્યાણને કરનાર તીર્થકરોની પૂજા કરવી, શાસ્ત્રઅધ્યયન કરવું, ઉત્તમ પુરુષોની ભક્તિ કરવી ઇત્યાદિ સુંદર કૃત્યોમાં અતિવિશિષ્ટ આફ્લાદ વર્તે છે, તેથી તે મહાત્માઓને જે પ્રકારનો આનંદ ભોગસામગ્રીથી થાય છે તેના કરતાં પણ વિશેષ પ્રકારનો આનંદ ઉત્તમ પુરુષોની પૂજા આદિનાં કૃત્યોમાંથી થાય છે; કેમ કે તે તે કૃત્યો કરીને તેઓ વિશેષ પ્રકારનાં શાંતરસને પ્રાપ્ત કરે છે. ર૧/૪૬૪