________________
૧૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૨૪, ૨૫
સૂત્રાર્થ :
કિલષ્ટકર્મનું વિગમન હોવાથી વિશિષ્ટતર સર્વ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. રિ૪/૪૬૭ી ટીકા -
दौर्गत्यदौर्भाग्यदुष्कुलत्वादिपर्यायवेद्यकर्मविरहात् ।।२४/४६७।। ટીકાર્ય -
તાત્ર . વેદવિરહાત્ | દૌર્ગત્ય-દૌર્ભાગ્ય-દુક્લત્યાદિ પર્યાયવેધ કર્મનો વિરહ હોવાથી વિશિષ્ટતર સર્વ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. ર૪/૪૬૭ના ભાવાર્થ :
સૂત્ર-૨૨-૨૩માં કહ્યું કે દેવભવમાંથી ચ્યવ્યા પછી તે મહાત્મા પૂર્વના મનુષ્યજન્મ કરતાં પણ વિશિષ્ટતર સામગ્રીવાળા મનુષ્યભવને પ્રાપ્ત કરે છે તેમાં યુક્તિ આપતાં કહે છે કે તે મહાત્મા દેવભવમાંથી આવ્યા પછી ફરી સંયમને ગ્રહણ કરીને પૂર્વ કરતાં પણ વિશેષ સંયમને પાળેલું, તેથી તે મહાત્માનું ચિત્ત વીતરાગ ભાવનાથી અત્યંત ભાવિત થયેલું જેના કારણે વિશિષ્ટ પ્રકારનાં ક્લિષ્ટકર્મોનો નાશ થયેલો.
વળી, દેવભવમાં પણ તે ઉત્તમ ભાવોને તે મહાત્માએ દઢ કરેલા જેથી દૌર્બલ્ય, દુર્ભાગ્ય, દુખુલત્વાદિ ભાવોથી વેદન થઈ શકે તેવાં કર્મોનો નાશ થયેલો હોવાથી પૂર્વના ભવ કરતાં પણ અત્યંત નિરવદ્ય ભવની પ્રાપ્તિ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે વર્તમાનના મનુષ્યભવ કરતાં પૂર્વના દેવભવથી પણ પૂર્વના મનુષ્યભવમાં તે મહાત્મા સંયમ પાળીને આવેલા, તેથી ઉત્તમકુલાદિની પ્રાપ્તિ થયેલી તેમાં જે કાંઈ વર્તમાનના ભવથી ન્યૂનતાની પ્રાપ્તિ હતી તે ક્લિષ્ટકર્મના કારણે હતી તેથી તે ઉત્તમકુલમાં પણ તેટલા અંશમાં દૌર્બલ્ય, દુર્ભાગ્ય આદિ ભાવોની પ્રાપ્તિ હતી. જ્યારે વર્તમાનના ભવમાં તો પૂર્વ કરતાં પણ વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યને કારણે મનુષ્યભવ પ્રાપ્ત થયો છે તેથી પ્રતિકૂળતાની સામગ્રી નષ્ટપ્રાયઃ છે; જેથી સર્વ પ્રકારના સુખથી યુક્ત અને યોગમાર્ગમાં મહાપરાક્રમ ફોરવી શકે તેવા ઉત્તમ પુણ્યથી યુક્ત ભવની પ્રાપ્તિ થઈ છે. ૨૪/૪૬૭ll અવતરણિકા :
अयमपि - અવતરણિકાર્ય :આ પણ=ષ્ટિકર્મોનું વિગમન પણ, શેનાથી છે ? એથી કહે છે –