________________
૧૩૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૭ / સૂત્ર-૧૧, ૧૨, ૧૩ વળી, જેમ પથ્ય અન્નનો ભોગ દેહના સૌષ્ઠવને કરનારો હોય છે તેમ ભૂતકાળમાં ધર્મ સેવીને આવેલા મહાત્માઓના ભોગો પણ સુંદર પરિણામવાળા હોય છે. આથી જ ભોગ કરીને પણ તે તે પ્રકારના વિકારોને શાંત કરીને તેઓનું ચિત્ત તત્ત્વને અભિમુખ જનારું હોય છે. ll૧૧/૪પઝા
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્રઃ
છાત્તે ઘર્ષપ્રતિપત્તિઃ II૧૨/૪૧૧ી . સૂત્રાર્થ:
કાલે ચિત ભોગથી અત્યંત વિરક્ત થાય ત્યારે, ધર્મનો સ્વીકાર કરે છે ચારિત્રનો સ્વીકાર કરે છે. II૧૨/૪પપII ટીકા :
'काले' विषयवैमुख्यलाभावसरलक्षणे 'धर्मप्रतिपत्तिः' सर्वसावधव्यापारपरिहाररूपा ।।१२/४५५॥ ટીકાર્ય :
વાજો'... સર્વસાવદ્યવ્યાપારપરિદારરૂપ || કાલમાં=વિષયના વિમુખ ભાવની પ્રાપ્તિના અવસરરૂપ કાળમાં, સર્વ સાવધ વ્યાપારના પરિહારરૂપ ધર્મનો સ્વીકાર કરે છે. ૧૨/૪૫પા.
ભાવાર્થ :
સૂત્ર-૧૧માં બતાવ્યું તેવા ગુણવાળા મહાત્માઓ ભોગ ભોગવીને પણ ભોગની વૃત્તિનો નાશ કરે છે, તેથી જ્યારે તે મહાત્માનું ચિત્ત વિષયથી વિમુખભાવવાળું બને છે ત્યારે સર્વ સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે. l/૧૨/૪પપાા
અવતરણિકા :
તત્ર ૨ -
અવતરણિકાર્ય :
અને ત્યાં=સંયમ જીવનમાં –