________________
૧૩૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૭, ૧૮
સૂત્ર :
વિશિષ્ટતરવસ્થાનમ્ Te૭/૪૬૦ના સૂત્રાર્થ :
વિશિષ્ટતર દેવભવની પ્રાપ્તિ કરે છે–પૂર્વના દેવભવ કરતાં મનુષ્યભવની પ્રાપ્તિ પછીનો દેવભવ અધિક સાધનાને અનુકૂળ પ્રાપ્ત થાય એવા દેવભવને પ્રાપ્ત કરે છે. II૧૭/૪૬oll ટીકા :
'विशिष्टतरं' प्राग्लब्धदेवस्थानापेक्षया सुन्दरतरं 'स्थानं' विमानाऽऽवासलक्षणमस्य स्यात् Ti૨૭/૪૬૦ણા ટીકાર્ચ -
‘વિશિષ્ટતર'.... થાત્ ll વિશિષ્ટતર પૂર્વમાં પ્રાપ્ત થયેલા દેવસ્થાનની અપેક્ષાએ સુંદરતર વિમાન આવાસરૂપ સ્થાન આમ=વિધિપૂર્વક ત્યાગ કરનાર મહાત્માને, પ્રાપ્ત થાય છે. ll૧૭/૪૬૦ ભાવાર્થ :
સંયમજીવનમાં વિધિપૂર્વક દેહનો ત્યાગ કરીને દેવભવમાં જનારા તે મહાત્માઓને મનુષ્યભવની પ્રાપ્તિ પૂર્વે જે દેવભવ પ્રાપ્ત થયેલો તે દેવભવમાં સૂત્ર-૧૦ અને ૧૧માં બતાવેલા તેવા ગુણોની પ્રાપ્તિ થયેલી હતી તેના કરતાં અધિક ગુણોની પ્રાપ્તિનું પ્રબળ કારણ બને એવા ઉત્તમ સ્થાનને તે મહાત્માઓ પ્રાપ્ત કરે છે; કેમ કે ઉત્તર ઉત્તરના દેવભવમાં જેમ બાહ્ય સંપદા વિશેષ પ્રકારની પ્રાપ્ત થાય છે તેમ બુદ્ધિની પટુતા અને પૂર્વભવમાં સંયમકાલીન ઉત્તમ સંસ્કારો આદિ ભાવો પણ અતિશય અતિશય તે મહાત્માઓને દેવભવમાં પણ વર્તે છે. તેથી તેઓનો દેવભવ માત્ર ભોગવિલાસ રૂપ નથી પણ મોક્ષને અનુકૂળ મહાબળ સંચય કરાવે તેવો તેમજ અનેક ઉત્તમ પ્રકૃતિઓથી યુક્ત અને અનેક ઉત્તમ સામગ્રીથી યુક્ત હોય છે. II૧૭/૪૬ll અવતરણિકા -
તતઃ -
અવતરણિકાર્ય :ત્યાંeતે દેવભવમાં –
સૂત્રઃ
સર્વમૈત્ર શુમતાં તત્ર સા૧૮/૪૬૦ના