________________
૧૩૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૧૫, ૧૬, ૧૭ સંલેખના કરે છે જે સંલેખનાના બળથી આહારાદિનો ત્યાગ કરીને કાયાનું સંલેખન કરે છે. અને આત્મામાં અનાદિ કાળના કષાયોના સંસ્કારો છે તેને પણ અત્યંત ક્ષીણ ક્ષીણતર કરવા રૂપ સંખનાને કરે છે. જે પરિશુદ્ધ સંયમના બળથી તે મહાત્માનું તે સંયમજીવન સફળ બને છે. II૧૫/૪૫૮ અવતરણિકા :તત્ર –
અવતરણિકાર્ય :
અને ત્યાં સંયમ જીવનની અંતિમ સંલેખનામાં – સૂત્રઃ
વિધવચ્છરીરત્યા: ૦૬/૧૨ સૂત્રાર્થ :
વિધિપૂર્વક શરીરનો ત્યાગ કરે છે. II૧૦/૪પ૯ll ટીકા -
शास्त्रीयविधिप्रधानं यथा भवति एवं कडेवरपरिमोक्षः ॥१६/४५९।। ટીકાર્ય :
શાસ્ત્રીવિથિકથાનં – રહેવરારિનો છે જે પ્રકારે શાસ્ત્રીય વિધિ પ્રધાન થાય છે એ પ્રકારે ફ્લેવરનો પરિમો કરે છે–દેહનો ત્યાગ કરે છે. II૧૬/૪૫૯ ભાવાર્થ :
સંયમનું પાલન કરીને જીવન દરમ્યાન સતત સંયમની વૃદ્ધિ કરતા એવા તે મહાત્માઓ જીવનના અંતઃકાળે શાસ્ત્રીય વિધિ પ્રધાન છે જેમાં એ પ્રકારે સંલેખના કરે છે, જેથી મૃત્યુના કાળ સુધી શ્રુતનો ઉપયોગ અતિ તીવ્ર તીવ્રતર થઈને મોહના નાશ માટે સતત પ્રવર્તે. આ પ્રકારના દઢ ઉપયોગપૂર્વક તે મહાત્માઓ દેહનો ત્યાગ કરે છે. I૧૦/૪પલા
અવતરણિકા :
તતો –
અવતરણિકાર્ય :ત્યારપછી=વિધિપૂર્વક શરીરના ત્યાગ પછી –