________________
૧૨૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭| -૮ પ્રભાવ વિગ્રહ-અનુગ્રહતા સામર્થ્યરૂપ સુંદર છે શત્રુનો નિગ્રહ અને યોગ્ય પ્રત્યે અનુગ્રહ કરવાનું સામર્થ્ય સુંદર છે. ચિત્તની સમાધિરૂપ સુખ સુંદર છે. ધૃતિ શરીર અને આભરણાદિલી પ્રભા સુંદર છે. લેશ્યા-તેજોલેશ્યાદિ સુંદર છે. (૨) વિશુદ્ધ સ્વવિષયોને અવિપરીત જ્ઞાનના જતનથી નિર્મલ એવી ઈન્દ્રિયો અને અવધિ છે જેને તેવા છે–તેવા તે દેવો છે તેનો ભાવ=વિશુદ્ધ ઈન્દ્રિય અવધિપણું છે. (૩) પ્રકર્ષવાળાં ભોગનાં સાધનો છે=ભોગનાં ઉપકરણો છે. (૪) તે ભોગસાધનોને બતાવે છે – દિવ્ય પોતાની પ્રભાના મંડલથી વિડંબિત કર્યો છે અશેષ તેજસ્વી પદાર્થને જેણે તેવો વિમાનતો સમૂહ છે. (૫) મનોહર મનને આનંદ આપે તેવાં અશોક, ચંપક, પુન્નાગ-નાગ વગેરે વનસ્પતિઓથી યુક્ત ઉદ્યાનો=વનો, છે. (૬) વળી, રમ્ય=રમવાને યોગ્ય જલાશયો–કુવારા, હદ, સરોવરરૂપ સુંદર જલાશયો છે. (૭) કાતિવાળી અપ્સરાઓ-દેવીઓ હોય છે. (૮) અતિનિપુણ=પરિશુદ્ધવિનયવિધિને કરનારા નોકરો હોય છે. (૯) પ્રગભ=ગર્વ લઈ શકાય તેવો પ્રૌઢ નાટ્યવિધિ હોય છે=તીર્થંકરાદિના ચરિત્રથી પ્રતિબદ્ધ એવા અભિનય સ્વરૂપ નાટકો હોય છે. (૧૦) ચતુર ઉદાર ભોગો હોય છે-શીધ જ ઇન્દ્રિયો અને ચિતને આક્ષેપ કરવામાં સમર્થ એવા શ્રોત્રાદિ ઇન્દ્રિયોના ઉત્તમ શબ્દાદિ વિષયો હોય છે. (૧૧) સતત મનના પ્રસાદરૂપ ચિત્તનો આનંદ હોય છે. (૧૨) અનેકોના સુખનું હેતુપણું હોય છે=પોતાનાથી વ્યતિરિક્ત એવા દેવોના તે તે તાતા પ્રકારના ઉચિત આચારતા આચરણમાં ચાતુર્ય ગુણના કારણે સંતોષનો તિમિરભાવ હોય છે. (૧૩) કુશલ અનુબંધ હોય છે=સર્વ કૃત્યોનું પરિણામ સુંદર હોય છે. (૧૪) મહાકલ્યાણકોમાં=જિજન્મ અને જિનનાં મહાવ્રતોના સ્વીકાર આદિમાં પૂજાનું કરણ=સ્નાત્ર, પુષ્પ આરોપણ ધૂપવાસના પ્રદાન આદિના પ્રકારથી ભગવાનની પૂજાનું કરવું. (૧૫) તીર્થકરોની સેવા પોતાના પ્રભાવથી આવજિત થયા છે જગત્રયના જંતુનું માનસ જેમનાથી એવા અમૃત જેવા મેઘની ધારાના આકારવાળી સરસ દેશનાવિધિથી હણી નાખ્યો છે ભવ્ય જીવોના મનના સંતાપને જેણે એવા પુરુષરત્નવિશેષ તીર્થકરોની વંદન-મન-પર્ધપાસના પૂજનાદિ દ્વારા આરાધના કરે છે. (૧) સત્ ધર્મના પારમાર્થિક શ્રુત-ચારિત્રરૂપ ધર્મના, સાંભળવામાં રતિ=સ્વર્ગમાં ઉત્પન્ન થયેલ તુમ્બરુ વગેરે ગાંધર્વિકોથી આરબ્ધ પંચમ સ્વરના ગીતના શ્રવણની તિથી પણ અધિક સંતોષરૂપ ધર્મ શ્રવણમાં રતિ, હોય છે. (૧૭) સદા કાળ સુખીપણું બાહ્ય શયન, આસન, વસ્ત્ર, અલંકારદિજનિત શરીરનાં સુખથી યુક્તપણું હોય છે. (૧૮) N૮/૪૫૧ના ભાવાર્થ -
જે મહાત્માઓ વિશુદ્ધ ધર્મ સેવીને દેવલોકમાં જાય છે તે વખતે તેઓના ઇન્દ્રિયોના વિકારો ઘણા મંદ હોય છે, કેમ કે પૂર્વભવમાં ધર્મને સેવીને આત્માને વિકાર વગરની અવસ્થાથી અત્યંત ભાવિત કરેલ છે, છતાં દેવભવમાં તેઓની સર્વથા વિકાર વગરની અવસ્થા નથી, તેથી જેમ કોઈને પાણીની તૃષા લાગે અને ઉત્તમ જલની પ્રાપ્તિ થાય તો તે ઉત્તમ જલની પ્રાપ્તિથી તૃષાના શમનનું અતિ આહલાદકારી સુખ થાય છે. તેમ ધર્મનું સેવન કરીને દેવભવમાં ગયેલા મહાત્માઓ અતિ પુણ્યના ઉદયવાળા હોવાથી તે મહાત્માઓને