________________
૧૦૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭૫
સૂત્ર :
सद्भाववृद्धेः फलोत्कर्षसाधनात् ।।७५/४४२ ।। સૂત્રાર્થ:
સદ્ભાવની વૃદ્ધિ હોવાને કારણે તે મહાત્માની પ્રવૃત્તિથી આત્માના શુદ્ધ પરિણામ રૂપ સદ્ભાવની વૃદ્ધિ હોવાને કારણે, ફળના ઉત્કર્ષનું સાધન હોવાથીઉત્કૃષ્ટ ફલરૂપ મોક્ષનું નિષ્પાદન હોવાથી, તે મહાત્માના સમ્યગ્દર્શન આદિ પરિણામો કર્મ કરતાં ગુરુભૂત છે એમ અન્વય છે. I૭૫/૪૪ ટીકા :
'सद्भावस्य' शुद्धपरिणामरूपस्य या 'वृद्धिः' उत्कर्षस्तस्याः ‘फलोत्कर्षसाधनात्' उत्कृष्टफलरूपमोक्षनिष्पादनात् । वृद्धिप्राप्तो हि शुद्धो भावः सम्यग्दर्शनादिर्मोक्षं साधयति, न तु मिथ्यात्वादिः कदाचनापि, अतः परमफलसाधकत्वेन मिथ्यात्वादिभ्योऽसौ गरीयानिति ।।७५/४४२।। ટીકાર્ચ -
“સમાવજી' ... રનિતિ શુદ્ધ પરિણામરૂપ સદ્ભાવની જે વૃદ્ધિsઉત્કર્ષ, તેનાથી ફલના ઉષ્કર્ષનું સાધન હોવાથી–ઉત્કૃષ્ટ ફલરૂપ મોક્ષનું નિષ્પાદન હોવાથી, જીવના સ્વભાવભૂત રત્નત્રયી ગુરુભૂત છે એમ અત્રય છે.
એ કથનને સ્પષ્ટ કરે છે – વૃદ્ધિને પ્રાપ્ત થયેલો સમ્યગ્દર્શન આદિ રૂપ શુદ્ધભાવ મોક્ષને સાધે છે, પરંતુ મિથ્યાત્વાદિ ક્યારેય પણ મોક્ષને પ્રગટ કરતા નથી. આથી પરમફલના સાધકપણાથી આ આત્માનો શુદ્ધ પરિણામ, મિથ્યાત્વાદિથી બળવાન છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૭૫/૪૪રા ભાવાર્થ
મહાત્મામાં તત્ત્વના ભાવનના કારણે જ સમ્યગ્દર્શન આદિ પરિણામ પ્રગટ્યા છે તે આત્માના શુદ્ધ પરિણામરૂપ છે અને તે શુદ્ધ પરિણામના ઉત્કર્ષથી જીવ ઉત્કૃષ્ટ ફલરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સર્વકર્મની વિડંબનારહિત નિરાકુળ એવા આત્મ સ્વભાવને પ્રાપ્ત કરે છે, તેથી એ પ્રાપ્ત થાય કે વૃદ્ધિને પામેલો શુદ્ધ ભાવ આત્માને ઇષ્ટ એવા મોક્ષને સાધે છે, પરંતુ મિથ્યાત્વાદિ ભાવો ક્યારેય આત્માના ઇષ્ટ એવા મોક્ષને સાધતા નથી. આથી આત્માને જે શ્રેષ્ઠ ફળ જોઈએ છે તેનો સાધક એવો શુદ્ધ પરિણામ મિથ્યાત્વાદિથી બળવાન છે. અને તેવો બળવાન પરિણામ જે મહાત્મામાં પ્રગટ્યો છે તે મહાત્મા ક્યારેય અસમંજસ પ્રવૃત્તિ કરે નહિ તેમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૭૫/૪૪રા