________________
૧૧૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | શ્લોક-૫, ૬
આશય એ છે કે મોક્ષમાં રહેલા જીવો સંપૂર્ણ મોહની આકુળતા વગરના અને આત્માના શુદ્ધ સ્વરૂપમાં સદા પ્રતિષ્ઠિત છે, તેથી સુખી છે, તેમ આ મહાત્મા પણ સંયમમાં હોવા છતાં ચિંતામણિ આદિ કરતાં પણ અધિક મૂલ્યવાન એવી રત્નત્રયીને પ્રાપ્ત કરીને સંતોષના પરિણામવાળા થયા છે, તેથી ઇચ્છાની આકુળતાનો અભાવ વર્તે છે. માટે જેમ સિદ્ધના જીવો ઇચ્છાની આકુળતા વગરના છે તેમ નષ્ટપ્રાય એવી ઇચ્છાવાળા હોવાથી ઇચ્છાની આકુળતા વગરના તે મહાત્મા મોક્ષતુલ્ય કંઈક સ્વસ્થતા અનુભવે છે, તેથી તેઓનો ભવ પણ મોક્ષતુલ્ય છે. વળી, શ્લોકના ઉત્તરાર્ધથી બીજો હેતુ બતાવે છે –
જેમ મોક્ષમાં પૂર્ણ ભાવ ઐશ્વર્ય છે તેમ પ્રસ્તુત મહાત્મામાં ક્ષમા આદિ ભાવો રૂપ ભાવઐશ્વર્ય પ્રધાન છે, તેથી તેઓ મોક્ષને અતિ આસન્ન ભાવવાળા છે. માટે જેમ મોક્ષમાં સુખ છે તેમ અસંગ ભાવનું સુખ તે મહાત્મામાં છે. માટે તેઓનો ભવ પણ મોક્ષતુલ્ય છે.
અહીં કહ્યું કે તે મહાત્મામાં ભાવઐશ્વર્ય પ્રધાન છે, તેથી એ પ્રાપ્ત થાય કે તે મહાત્મામાં હજુ સંસારના બીજભૂત મોહાદિ ભાવો પણ છે તોપણ તે નષ્ટપ્રાય છે અને ક્ષમાદિ ભાવરૂપ ભાવઐશ્વર્ય પ્રધાનરૂપે છે. અને, તેથી જ તે ભાવઐશ્વર્યના બળથી તે મહાત્મા સતત મોહાદિ ભાવોનો નાશ કરી રહ્યા છે માટે તે મહાત્માને મોક્ષનું આસન્નપણું છે. આપણા અવતરણિકા -
एतदेव समर्थयन्नाह - અવતરણિકાર્ય :
આને જ=પૂર્વમાં વર્ણન કરાયેલા મહાત્માનો ભવ પણ મોક્ષતુલ્ય છે એમાં શ્લોક-પમાં યુક્તિથી બતાવ્યું તેને જ, સમર્થન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક -
उक्तं मासादिपर्यायवृद्ध्या द्वादशभिः परम् ।
तेजः प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् ।।६।। શ્લોકાર્ચ -
કહેવાયું છે – માસાદિ પર્યાયની વૃદ્ધિથી બાર માસ દ્વારા ચારિત્રી સર્વ દેવોથી ઉત્તમ એવા પરમ તેજને ચિત્તની સુખાસિકારૂપ તેજને, પ્રાપ્ત કરે છે. આવા ટીકા :'उक्तं' निरूपितं 'भगवत्याम्,' किमित्याह-'मासादिपर्यायवृद्ध्या' मासेन द्वाभ्यां त्रिभिरित्यादिक्रमेण