________________
૧૦૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧ | શ્લોક-૪, ૫ 'महात्मनः' उक्तरूपस्य 'विनिवृत्ताग्रहस्य' उपरतशरीरादिगोचरमूर्छादोषस्य 'उच्चैः' अत्यर्थं 'मोक्षतुल्यो' निर्वाणकल्पो ‘भवोऽपि,' मोक्षस्तावन्मोक्ष एवे त्यपि'शब्दार्थः, 'हिः' स्फुटम्, यदवाचि -
“निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ।
વિનિવૃત્તપરાશાનામદેવ મોક્ષ: સુવિદિતાનામ્ પાર૬૮” [પ્રશH૦ ૨૨૮] રતિ ૪ ટીકાર્ય :
વંવિથસ્થ' ... રૂત્તિ | આવા પ્રકારના સ્વઅવસ્થાને ઉચિત અનુષ્ઠાન આરંભ કરનારા થતિ=સાધુને, પ્રાયઃ=બહુલતાથી, ભાવશુદ્ધિને કારણે અત્યંત વિનિવૃત આગ્રહવાળા ઉક્તરૂપ એવા મહાત્માને અત્યંત શાંત થયેલી છે શરીર આદિ વિષયક મૂચ્છદોષ જેમને એવા મહાત્માને, ભવ પણ સ્પષ્ટ મોક્ષતુલ્ય છે. જે કારણથી કહેવાયું છે –
“મદ અને કામને જીત્યા છે જેમણે, વાણી-કાયા અને મનના વિકારરહિત, પરની આશા જેમની શાંત થયેલી છે એવા સુવિહિત સાધુને અહીં જ=સંસારમાં જ, મોક્ષ છે. ર૧૮” (પ્રથમ. ૨૩૮)
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Imજા જ મોડજિ'માં ‘મથી એ કહેવું છે કે મોક્ષ તો મોક્ષ જ છે, પણ ભવ પણ મોક્ષતુલ્ય છે. ભાવાર્થ :
જે મહાત્માઓ સંસારથી અત્યંત ભય પામેલા છે તેવા મહાત્માઓ જિનવચનથી પોતાની અવસ્થાને ઉચિત અનુષ્ઠાન કયું છે ? તેનો નિર્ણય કરીને સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનનો પ્રારંભ કરનારા હોય છે. તેવા સાધુને પ્રાયઃ ભાવશુદ્ધિ વર્તે છે તેને કારણે તેઓને અંતરંગ રીતે અતિશય અતિશયતર સુખ વર્તે છે, તેથી શરીર આદિ વિષયક તે પ્રકારનો મૂચ્છદોષ લેશ પણ નથી, તેથી તેઓનું ચિત્ત અત્યંત શાંતરસને અનુભવ કરનાર છે, તેથી તેઓ માટે ભવ પણ મોક્ષતુલ્ય છે.
આનાથી એ ફલિત થાય કે જે જીવો સ્વભૂમિકાને ઉચિત પ્રવૃત્તિ કરીને તીવ્ર સંવેગપૂર્વક ઉચિત અનુષ્ઠાન કરે તો તે જીવોને પોતાની ભૂમિકા અનુસાર રાગાદિ અલ્પઅલ્પતર થાય છે જેનાથી અંતરંગ સુખની વૃદ્ધિ થાય છે અને અંતરંગ સુખની વૃદ્ધિ થવાથી જ અસાર એવા શરીરાદિ બાહ્ય પદાર્થો પ્રત્યે લેશ પણ મૂચ્છ થતી નથી, પરંતુ સુખાત્મક અંતરંગ ભાવમાં જ તેઓને ગાઢ રતિ હોય છે. આજના
અવતરણિકા :
अत्रोपपत्तिमाह -
અવતરણિતાર્થ - આમાં આવા પ્રકારના મહાત્માનો ભવ પણ મોક્ષતુલ્ય છે એમાં, ઉપપતિને યુક્તિને કહે છે –