________________
૧૦૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭૬, શ્લોક-૪ શકે તેવી યોગ્યતા પોતાનામાં પ્રતિભાસિત થાય છે. તેથી નક્કી થાય છે કે તેઓની પ્રવૃત્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ સુખમય મોક્ષને સાધનાર છે.
આનાથી શું ફલિત થાય ? તે બતાવવા અર્થે સૂત્રના અંતે તિ' કહેલ છે તેનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે –
સૂત્ર-૭૦ અને ૭૧માં કહેલ કે ઇતરની જેમ ઇતર એ કથન દૃષ્ટાંત માત્ર છે એ સિદ્ધ થાય છે; કેમ કે જે ભાવસાધુ નથી તેઓ ભાવથી ઉચિત પ્રવૃત્તિ કરતા નથી તો પણ કોઈક સાધુ પાછળથી ભાવથી ઉચિત પ્રવૃત્તિ કરનાર થઈ શકે છે. જ્યારે પ્રસ્તુતમાં બતાવેલા ભાવસાધુ તો શક્તિના પ્રકર્ષથી સંવેગપૂર્વકની પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેઓ ક્યારેય પણ અસમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી, તેથી ઇતરની જેમ ઇતર એ કથન દૃષ્ટાંત માત્ર છે, નિયત વ્યાપ્તિવાળું નથી તે પ્રમાણે સિદ્ધ થાય છે. ૭૬/૪૪૩ અવતરણિકા -
अथोपसंहरन्नाह - અવતરણિકાર્ય :
હવે ઉપસંહાર કરતાં કહે છે – ભાવાર્થ :
છટ્ટા અધ્યયનના પ્રારંભમાં કહેલ કે આશય આદિને ઉચિત અનુષ્ઠાન કરવું પોતાની ચિત્તની પરિણતિ આદિને ઉચિત અનુષ્ઠાન કરવું, કલ્યાણનું કારણ છે અને તેની જ પુષ્ટિ ત્રણ શ્લોક સુધી કરી. ત્યારપછી આશયાદિને ઉચિત અનુષ્ઠાન કોના માટે કયું છે? તેની સ્પષ્ટતા કરવા અર્થે અત્યાર સુધી અવાંતર સૂત્રો બતાવેલ. હવે તે સર્વ કથનનો ઉપસંહાર કરતાં કહે છે –
બ્લોક :
एवंविधयतेः प्रायो भावशुद्धेर्महात्मनः । विनिवृत्ताग्रहस्योच्चैर्मोक्षतुल्यो भवोऽपि हि ।।४।।
શ્લોકાર્ય :
મહાત્મા એવા આવા પ્રકારના યતિને પ્રાયઃ ભાવશુદ્ધિ હોવાથી અત્યંત વિનિવૃત આગ્રહપણું હોવાને કારણે ભવ પણ મોક્ષતુલ્ય છે. IIII ટીકા - ‘एवंविधस्य' स्वावस्थोचितानुष्ठानारम्भिणो 'यतेः' साधोः 'प्रायो' बाहुल्येन 'भावशुद्धेः' सकाशात्