________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૬ | શ્લોક-૧
૧૧૩ ત્રણ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અસુરકુમારે દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. ચાર માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો ગ્રહણ, નક્ષત્ર, તારારૂપ જ્યોતિષ દેવોની તેજોવેશ્યાને અતિક્રમે છે. પાંચ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો ચંદ્ર, સૂર્ય આત્મક જ્યોતિષ ઇન્દ્રોની તેજોવેશ્યાને અતિક્રમે છે. છ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો સૌધર્મ, ઇશાન દેવોની તેજલેશ્યાને અતિક્રમે છે. સાત માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો સનસ્કુમાર, માહે દેવોની તેજોવેશ્યાને અતિક્રમે છે. આઠ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો બ્રહ્મલોક, લાતંગ દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. નવ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો મહાશુક્ર, સહસ્ત્રાર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. દસ માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો આનત, પ્રાણત, આરણ-અય્યત દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. અગિયાર માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો રૈવેયક દેવોની તેજોવેશ્યાને અતિક્રમે છે. બાર માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અનુત્તર ઉપપાતી દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્યારપછી શુક્લ, શુક્લાભિજાત્ય થઈને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિર્વાણને પામે છે. સર્વ દુઃખોના અંતને કરે છે.” (ભગવતીસૂત્ર-શતક ૧૪, ઉદ્દેશો ૯, સૂત્ર-૫૩૭).
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૬/૩૬ શ્રી મુનિચન્દ્રસૂરિ વિરચિત ધર્મબિંદુ પ્રકરણની ટીકામાં યતિધર્મવિષયક વિધિવાળો છઠ્ઠો અધ્યાય સમાપ્ત થયો. ભાવાર્થ :
શ્લોક-પમાં યુક્તિથી કહ્યું કે આવા મહાત્માઓનો ભવ મોક્ષતુલ્ય છે. કેમ મોક્ષતુલ્ય છે તેને દઢ કરવા અર્થે કહે છે કે જે સાધુ તીવ્ર સંવેગપૂર્વક સદા જિનવચન અનુસાર સર્વ ક્રિયાઓ કરે છે તે પ્રતિદિન ક્રિયાના બળથી સંયમના કંડકોની વૃદ્ધિ કરે છે જેથી ચિત્તમાં સતત મોહની આકુળતાનું શમન થાય છે અને તેમનો આત્મા વીતરાગતાને અભિમુખ અભિમુખતર સતત થાય છે તેવા મહાત્માને આશ્રયીને ભગવતીસૂત્રમાં કહ્યું છે કે તેઓ મહિનાના પર્યાયવાળા થાય ત્યારે વાણવ્યંતરના દેવતાની તેજોલેશ્યાને અતિક્રમ કરે છે અને બાર મહિનાના પર્યાયવાળા થાય ત્યારે અનુત્તરવાસીના દેવતાની તેજલેશ્યાને અતિક્રમ કરે છે અને અહીં તેજોલેશ્યાથી “ચિત્તમાં સુખલાભ”ને ગ્રહણ કરેલ છે, તેથી બાર મહિના પછી આવા મહાત્માને સર્વાર્થસિદ્ધના દેવતાઓ કરતાં અધિક અંતરંગ સુખ વર્તે છે અને તે સુખ ક્ષમા આદિ ભાવોના વૃદ્ધિના બળથી જ થયું છે, તેથી નક્કી થાય છે કે તે મહાત્માની સંયમની ક્રિયા ભાવઐશ્વર્યની વૃદ્ધિ દ્વારા તે મહાત્માને સિદ્ધ અવસ્થાને આસન્ન કરે છે માટે તેવા મહાત્માને આ ભવમાં પણ મોક્ષતુલ્ય સુખ છે. Iકા
છો અધ્યાય સમાપ્ત