________________
૧૦૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭૬ અવતરણિકા :
एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્ચ -
આ પણ =આત્માનો શુદ્ધ પરિણામ આત્માને ઈષ્ટ એવા પરમફલનો સાધક છે એ પણ, કેમ છે ? એથી કહે છે – સૂત્ર -
उपप्लवविगमेन तथावभासनादिति ।।७६/४४३ ।। इति । સૂત્રાર્થ -
ઉપપ્લવના વિગમનથી તે પ્રકારે અવભાસન હોવાના કારણે અસમંજસની પ્રવૃતિના યોગ્યપણારૂપે અવભાસન હોવાના કારણે, શુદ્ધ ભાવ પરમફલનું સાધક છે એમ નક્કી થાય છે એ પ્રમાણે અન્વય છે. I૭૬/૪૪૩ ટીકા -
'उपप्लवविगमेन' रागद्वेषाद्यान्तरोपद्रवापगमेन 'तथावभासनात्, तथा असमञ्जसस्याप्रवृत्तियोग्यतयाऽवभासनात् प्रतीतेः, भावयतेः कर्तुः, इतीतरस्यामिवेतर इति निदर्शनमात्रमिति स्थितम्, 'इतिः' वाक्यपरिसमाप्तौ ।।७६/४४३।। ટીકાર્ચ -
પવિમેન'.... વાચરિસમાતો પા ઉપપ્તવતા વિગમનને કારણે=રાગદ્વેષાદિ અંતરંગ ઉપદ્રવના અપગમને કારણે, તે પ્રકારનું અવભાસન હોવાથી અસંમજસની અપ્રવૃત્તિના યોગ્યપણારૂપે ભાવયતિ એવા કને પ્રતીતિ હોવાથી, શુદ્ધ પરિણામ પ્રકૃષ્ટ એવા સુખરૂપ ફલનો સાધક છે એમ અવય છે. સૂત્રના અંતમાં રહેલા તિ' શબ્દથી શું પ્રાપ્ત થાય છે ? તે કહે છે –
એથી ઈતરને ઇતરની જેમ એ પ્રમાણે સૂત્ર-૭૦માં જે કહેલ એ દષ્ટાંત માત્ર છે એ પ્રમાણે સ્થિત છે. અંતિમ તિ' શબ્દ વાક્યપરિસમાપ્તિમાં છે. li૭૬/૪૪૩મા ભાવાર્થ -
જે મહાત્માઓ ઉપદેશ વગર પણ સંયમની સર્વ ક્રિયાઓ સ્વભૂમિકા અનુસાર તીવ્ર સંવેગથી કરે છે તેઓને તે સંયમની પ્રવૃત્તિથી તેઓના આત્મામાં વર્તતા અંતરંગ કષાયોનો ઉપદ્રવ સતત ક્ષીણ ક્ષીણતર થાય છે, તેથી ચિત્ત વીતરાગતાને આસન્ન આસન્નતર થયા કરે છે, તેથી તે મહાત્માને અસમંજસ પ્રવૃત્તિ ન થઈ