________________
૧૦૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭૩, ૭૪ ટીકાર્ય :
વત્તે '... સાશાતિગુરુત્વાન્ ! યતિનું સાધુનું, ત્યાં અસમંજસમાં અપ્રવૃત્તિ વિષયક નિમિત્તનું સમ્યગ્દર્શન આદિ પરિણામનું, ગુરુપણું હોવાથીeતેવા પ્રકારનાં કર્મના ઉદયથી જન્ય અસમંજસ પ્રવૃત્તિના નિમિત્ત એવા મિથ્યાત્વાદિથી ગુરુપણું હોવાના કારણે આથી જ જીવના અસ્વભાવભૂતથી અતિગુરુપણું હોવાના કારણે=સમ્યગ્દર્શનાદિ પરિણામનું અતિગુરુપણું હોવાના કારણે, તે મહાત્માઓ ક્યારેય પણ અસમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી એમ અવય છે. II૭૩/૪૪૦] ભાવાર્થ :
જે મહાત્માઓએ જિનવચન અનુસાર તત્ત્વનું ભાવન કરીને આત્માને તે રીતે નિષ્પન્ન કર્યો છે જેથી તે મહાત્માઓને જગતુવર્તી પદાર્થો જે રીતે ભગવાને કહ્યા છે તે રીતે જ યથાર્થ સ્વપ્રજ્ઞાથી અને સ્વઅનુભવથી જણાય છે, તેથી તેઓનું સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અતિ નિર્મળ છે અને તેના કારણે તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરીને તે મહાત્માઓ સંસારના ઉચ્છેદ અર્થે ઉપદેશના આલંબન વગર સતત બાહ્ય ક્રિયાઓ તીવ્ર સંવેગપૂર્વક કરીને સંયમની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે, તેથી અસમંજસ પ્રવૃત્તિ કરાવનાર મિથ્યાત્વાદિ ભાવોથી જીવના સ્વભાવરૂપ રત્નત્રયીના ભાવો તેવા મહાત્માઓમાં અતિગુરુપણારૂપે પ્રગટ થાય છે. માટે ગુરુભૂત એવા રત્નત્રયીના પરિણામનો નાશ અગુરુભૂત એવાં મિથ્યાત્વાદિ કર્મો કરી શકતાં નથી. વળી, અસમંજસ પ્રવૃત્તિના નિમિત્તભૂત એવા મિથ્યાત્વાદિ ભાવો તે મહાત્માના અત્યંત હણાયેલા છે, તેથી તેઓ ક્યારે પણ અસમંજસ પ્રવૃત્તિ કરી શકતા નથી.
અહીં વિશેષ એ છે કે આત્મા ચેતન છે અને કર્મો જડ છે. આમ છતાં જડ એવાં કર્મોની શક્તિ વિશેષ હોય ત્યારે બલવાન એવા પણ ચેતનની શક્તિ કર્મોથી હણાય છે. આથી જ કંઈક તત્ત્વને પામીને સંયમયોગમાં યત્ન કરનારા આરાધક મુનિથી પણ વારંવાર નિમિત્તને પામીને સંયમમાં સ્કૂલનાઓ થાય છે ત્યારે પ્રચુર શક્તિવાળાં કર્મો તે મહાત્માના સંયમને મલિન કરે છે, પરંતુ જે મહાત્માએ સંયમમાં સુદઢ વ્યાપાર કરીને રત્નત્રયીની વિશેષ પ્રકારે નિર્મળતા પ્રાપ્ત કરી છે, તેમાં તે પ્રગટ થયેલી રત્નત્રયી, જીવના સ્વભાવભૂત છે આથી જ જીવના અસ્વભાવભૂત એવાં મિથ્યાત્વાદિ આપાદક કર્મો કરતાં રત્નત્રયીની પરિણતિ અતિશયિત છે માટે તેવા મહાત્માઓને કર્મો ક્યારેય સ્કૂલના કરાવી શકતાં નથી, તેથી તેઓ અસમંજસ પ્રવૃત્તિ કરવા અસમર્થ છે. ll૭૩/૪૪ના અવતરણિકા -
एतदेव भावयति - અવતરણિતાર્થ -
આને જ=મહાત્મામાં પ્રગટ થયેલી જીવસ્વભાવભૂત રત્નત્રયી કર્મો કરતાં ગુરુભૂત છે એને જ, ભાવન કરે છે=સ્પષ્ટ કરે છે -