________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૫૯, ૧૦ ભાવાર્થ :
કાર્યના અર્થી જીવો તે કાર્યની નિષ્પત્તિનું કારણ બને તેવા પ્રવૃત્તિકાલને પ્રાપ્ત કરે તો તેઓનો તે પ્રવૃત્તિકાલ અવશ્ય કાર્યને પ્રગટ કરે છે અને તે કાર્યને અનુકૂળ પ્રવૃત્તિકાલ ન થયો હોય તો તે પ્રવૃત્તિ તે કાર્યને અનુરૂપ બનતી નથી, તેથી સ્થૂલથી પોતે તે કાર્ય કરે છે તેવું જણાય. વસ્તુતઃ તે કાર્યને અનુકૂળ પ્રવૃત્તિકાલ વર્તતો હોય ત્યારની તે કાર્યને અનુકૂળ પ્રવૃત્તિ તે કાર્યની નિષ્પત્તિનું કારણ બને છે. કાર્યના અર્થી જીવો જે કાર્ય કરવા માટે સમર્થ ન હોય તે વખતે તે કાર્ય કરવાની ઉત્સુકતાથી તે કાર્યને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ સ્થૂલથી તે કાર્યને અનુકૂળ જણાય છે, પરમાર્થથી તે કાર્યને અનુકૂળ તે પ્રવૃત્તિ થતી નથી, તેથી તે કાર્ય કરવા છતાં ફળનિષ્પત્તિને અનુકૂળ તે પ્રવૃત્તિ નહિ હોવાથી તે કાર્યનું ફળ મળતું નથી. માટે અકાલ સુક્ય તે પ્રવૃત્તિના ફલનું કારણ નથી, પરંતુ તે કાર્યને અનુકૂળ પ્રવૃત્તિકાળથી જ ફળ પ્રાપ્ત થાય છે એમ ફલિત થયું. તેથી જિજ્ઞાસા થાય કે પ્રવૃત્તિકાલનાં સાધનો કયાં છે ? તેના સમાધાનરૂપે પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યું કે પ્રવૃત્તિકાલના સાધનો ઘણાં જ છે, કોઈ એક કારણ નથી. પ૯/૪૨૬ાા અવતરણિકા -
jત ? ત્યાર – અવતરણિકાર્ય :
કેમકકાર્યનિષ્પત્તિને અનુકૂળ પ્રવૃત્તિકાલ પ્રાપ્ત થાય તેના સાધનો ઘણા કેમ છે ? એથી કહે છે –
સૂત્ર :
निदानश्रवणादेरपि केषाञ्चित् प्रवृत्तिमात्रदर्शनात् ।।६०/४२७ ।। સૂત્રાર્થ:
નિદાનશ્રવણાદિથી પણ કેટલાકની પ્રવૃત્તિમાત્રનું દર્શન હોવાથી=સંયમની સ્કૂલ આયરણામાં પ્રવૃત્તિમાત્રનું દર્શન હોવાથી, તેનાથી તેઓને ભાવથી સંયમની પ્રાપ્તિ થઈ, તેથી ભાવથી સંયમની પ્રાતિને અનુકૂળ પ્રવૃત્તિકાલનું સાધન નિદાનશ્રવણાદિ છે એમ અન્વય છે. II૬/૪૨૭II ટીકા :
इह 'निदान'शब्दः कारणमात्रपर्यायः, यथा किमत्र रोगे निदानमित्यादौ प्रयोगे, ततो 'निदानस्य' भोगादिफलत्वेन दानादेः 'श्रवणाद्' देशनायाम, यथा - “भोगा दानेन भवन्ति देहिनां सुरगतिश्च शीलेन । ભાવનવી વિમુસ્તિપણા સર્વાનિ સિધ્યન્તિ પારા" ]