________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭, ૬૮
કેવા પ્રકારનો ઉપદેશ પ્રવર્તે છે ? તે બતાવતાં કહે છે – યોગ્ય જીવને ગીતાર્થ ગુરુ કહે છે કે જેઓ સાધુનાં વેશમાં છે, પરંતુ સંવેગપૂર્વક સંયમની ક્રિયાઓ કરતા નથી, તેઓ પાસત્યા છે અને તેમનો સંસર્ગ કરવાથી તેમની જેમ સંવેગરહિત ક્રિયા કરવાનો પ્રસંગ સારા સાધુને પણ પ્રાપ્ત થાય, તેથી તેઓના સંસર્ગને સદા વર્જવો જોઈએ. જે મહાત્માઓ શુદ્ધ ચારિત્રના પરિણામવાળા છે, જિનવચન અનુસાર સર્વ સંયમનાં અનુષ્ઠાનો ધીરતાપૂર્વક કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરે છે તેવા મહાત્માઓ સાથે અપ્રમાદથી સંસર્ગ કરવો જોઈએ; જેથી તેમના અવલંબનથી સતત અંતરંગ સંવેગનો પરિણામ ગતિશીલ બને, જેથી સર્વ ક્રિયાઓ દ્વારા ચારિત્રનું રક્ષણ થાય અને ચારિત્રની વૃદ્ધિ થાય. માટે સૂત્ર-૯૬માં પૂર્વપક્ષીએ કહેલ કે ભાવથી ચારિત્રવાળા મુનિઓ હિતાવહ પ્રવૃત્તિ કરનારા છે તો તેઓને શાસ્ત્રમાં ઉપદેશ કેમ આપ્યો છે તેનું સમાધાન થાય છે; કેમ કે ભાવથી ચારિત્રના પરિણામવાળા સાધુઓ હિતાવહ પ્રવૃત્તિ કરનારા જ છે, છતાં કર્મના વૈચિત્ર્યને કારણે ચારિત્રનો પરિણામ નાશ ન થાય, કર્મને વશ પાત થયેલા ચારિત્રના પરિણામને ફરી પ્રગટ કરવા માટે અને પ્રાપ્ત થયેલા ચારિત્રના પરિણામને અતિશયિત કરવા તેના સંરક્ષણ માટે તેઓને શાસ્ત્રમાં ઉપદેશ અપાયો છે. II૬૭/૪૩૪ અવતરણિકા :
अथोपदेशनिष्फलत्वमभिधातुमाह - અવતરણિકાર્ય :
હવે ઉપદેશનું નિષ્કલપણું કહેવા માટે કહે છે – ભાવાર્થ :
સૂત્ર-કપમાં કહેલ કે ભાવચારિત્રના પરિણામવાળા સાધુ એકાંતથી જ હિતકારી પ્રવૃત્તિ કરનારા હોય છે, તેથી પ્રશ્ન થાય કે જેઓ એકાંતે હિતકારી પ્રવૃત્તિ કરનારા હોય છે તેવા સાધુને ઉપદેશ કેમ અપાય છે? તેથી સૂત્ર-ક૬-૧૭માં ત્રણ કારણોથી ભાવચારિત્રીને પણ ઉપદેશ અપાય છે તેની સ્પષ્ટતા કરી. હવે કેવા ભાવચારિત્રીને આશ્રયીને ઉપદેશ નિષ્ફલ છે ? તે બતાવવા માટે કહે છે –
સૂત્ર :
माध्यस्थ्ये तद्वैफल्यमेव ।।६८/४३५ ।।
સૂત્રાર્થ :
જે મહાત્માઓમાં મધ્યસ્થપણું છે તેમાં તેનું ઉપદેશનું વિફલપણું જ છે. I૬૮૪૩૫ll