________________
૯૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧, સૂગ-૭ ટીકાર્ય :
તચ' .... તિ | તેનું પ્રાપ્ત થયેલા ચારિત્ર પરિણામનું, જે સંરક્ષણ=પાલન, તેના માટે જે અનુષ્ઠાન છે તેના વિષયવાળો ઉપદેશ –
“અપ્રમત્ત સાધુએ પાપમિત્ર એવા પાસસ્થાની સાથે સંસર્ગને વર્જવો જોઈએ, વળી, શુદ્ધ ચારિત્રવાળા ધીર પુરુષો સાથે સંસર્ગ કરવો જોઈએ. ર૧૭મા” (પંચવસ્તુક ગાથા ૭૩૦)
ઇત્યાદિરૂપ જે ઉપદેશ, તે ઉપદેશ, જે પ્રમાણે ફલાલાદિ સંબંધી ચક્રની જે ભ્રમણરૂપ પ્રવૃત્તિ તેના મંદતારૂપ અવસાતમાં જે ભ્રમનું આધાત ફરી પણ દંડના યોગથી જે પ્રમાણે તીવ્રપણું કરાય છે તે પ્રમાણે ચારિત્રવાળા પણ જીવને તેવા પ્રકારના વીર્યના હાસથી=અત્યંત સંવેગપૂર્વક સંયમની ક્રિયામાં દઢ યત્ન થાય તેવા પ્રકારનાં વીર્યના હાસથી, પરિણામની મંદતામાં પૂર્વમાં જે તીવ્ર સંવેગપૂર્વક ચારિત્રની પરિણતિ વર્તતી હતી તે રૂપ પરિણામની મંદતામાં, તેની તીવ્રતાના-ચારિત્રના પરિણામની તીવ્રતાના, આધાર માટે પ્રવર્તે છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૬૭/૪૩૪
ભાવાર્થ :
(૩) પ્રાપ્ત થયેલા ચારિત્રના પરિણામના સંરક્ષણ અર્થે :
જે મહાત્માઓ સંયમ ગ્રહણ કર્યા પછી તીવ્ર સંવેગથી વાસિત ચિત્તવાળા છે તેઓ સંયમની સર્વ ક્રિયાઓ બાહ્ય ઉચિત વિધિ અનુસાર કરે છે અને તે ક્રિયાકાળમાં તીવ્ર સંવેગ વર્તતો હોવાથી તે બાહ્ય ક્રિયા દ્વારા અંતરંગ સમભાવના કંડકોની વૃદ્ધિ થાય તેવો ઉદ્યમ કરે છે, તે મહાત્મામાં ભાવથી ચારિત્રનો પરિણામ વર્તે છે. આમ છતાં ચારિત્રાચારની ક્રિયાકાળમાં સતત સંવેગનો પરિણામ ઉલ્લસિત ન થાય તો તે બાહ્ય ક્રિયા દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિ થતી નથી અને અંતરંગ સમભાવના પરિણામનો યત્ન શિથિલ થાય છે, તેથી ચારિત્રનો પરિણામ નાશ પામે છે. માટે તે નાશ થતા ચારિત્રના પરિણામના રક્ષણ માટે ઉપયોગી એવા અનુષ્ઠાનના વિષયવાળો ઉપદેશ સાધુને અપાય છે, તેથી જેમ કુંભાર ઘટનિષ્પત્તિકાળમાં ચક્રને તીવ્ર ભાવે છે, તેથી તે ક્રિયા કર્યા પછી તે ચક્રને ભમાવવાના યત્ન વગર પણ તે ચક્ર સહજ ગતિમાન રહે છે. આમ છતાં કંઈક કાળ પછી તે ચક્રની ગતિ મંદ થાય ત્યારે તે કુંભાર દંડ દ્વારા તે ચક્રના ભ્રમણને ફરી તીવ્ર કરે છે, તેમ જે મહાત્માઓ તીવ્ર સંવેગપૂર્વક સંયમ ગ્રહણ કરે છે ત્યારે તેઓની સંયમની ક્રિયા દ્વારા સમભાવના કંડકોની વૃદ્ધિને અનુકૂળ સંવેગનું ચક્ર ગતિમાન થાય છે. આમ છતાં, કંઈક કાળ પછી તેઓનું સંવેગને અનુકૂળ ચક્ર મંદ થાય તો ચારિત્રનો પરિણામ નાશ પામે; તેથી તેના રક્ષણ માટે સાધુને શું કરવું જોઈએ ? તેના વિષયક ઉપદેશ અપાય છે, તેથી તે મહાત્માઓના તેવા પ્રકારના વીર્યના હૃાસને કારણે ચારિત્રના પરિણામમાં જે મંદતા પ્રગટ થઈ તે ઉપદેશના બળથી તીવ્ર બને છે, તેથી મંદ થયેલા સંવેગના પરિણામને તીવ્ર કરવા માટે સાધુને આશ્રયીને ઉપદેશ પ્રવર્તે છે.