________________
૯૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૮ ટીકાઃ
'माध्यस्थ्ये' मध्यस्थभावे अप्रवृत्तिप्रवृत्त्यवसानयोर्मध्यभागरूपे, प्रवृत्तौ सत्यामित्यर्थः, 'अस्य' ૩૫વેશી સૈન્ય વિરેનમાવ: T૬૮/૪રૂવા ટીકાર્ય :
માધ્યચ્ચે' .. વિક7માવઃ | માધ્યસ્થમાં અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિ અવસાનના મધ્યભાગરૂપ મધ્યસ્થભાવમાંsઉપરના સંયમમાં અપ્રવૃત્તિ અને સ્વભૂમિકા અનુસાર સંયમની પ્રવૃત્તિની મંદતાના મધ્યભાગરૂપ મધ્યસ્થભાવમાં, પ્રવૃત્તિ હોતે છત=સંયમી સાધુની પ્રવૃત્તિ હોતે છતે, તેનું ઉપદેશનું વૈફલ્ય છે=વિફલ ભાવ છે. I૬૮/૪૩પ ભાવાર્થ
કોઈ મહાત્મા ભાવથી સ્વશક્તિ અનુસાર તીવ્ર સંવેગથી સંયમના આચારોમાં યત્ન કરતા હોય, આમ છતાં ઉપદેશના બળથી ઉપરની ભૂમિકાના સંયમસ્થાનમાં પ્રવૃત્તિ કરી શકે તેવા હોય તેઓને મહાત્માઓ ઉપદેશ આપીને ઉપરના સંયમના કંડકોમાં જવા માટે પ્રેરણા કરે છે ત્યારે તેઓને આશ્રયીને ઉપદેશનું સાફલ્ય છે.
વળી, કેટલાક મહાત્માઓ પોતાની શક્તિ અનુસાર સંયમયોગમાં યત્ન કરતા હોય અને તેઓની સંયમની પ્રવૃત્તિ સંવેગપૂર્વક થતી હોય, આમ છતાં કંઈક પ્રમાદને કારણે તેઓની પ્રવૃત્તિ મંદતારૂપ અવસાનમાં જાય તેમ હોય ત્યારે તેઓના સંવેગને તીવ્ર કરવા માટે મહાત્માઓ ઉપદેશ આપે છે. તેથી તેવા જીવોને આશ્રયીને ઉપદેશનું સાફલ્ય છે.
વળી, કેટલાક સાધુઓ સંસારથી અત્યંત ભય પામેલા છે અને સતત સ્વશક્તિને ગોપવ્યા વગર તીવ્ર સંવેગથી સંયમયોગમાં યત્ન કરી રહ્યા છે. તેથી વિદ્યમાન ગુણસ્થાનકને દઢ-દઢતર કરી રહ્યા છે, છતાં ઉપદેશ દ્વારા પણ ઉપરના સંયમના કંડકોમાં તેઓ પ્રવૃત્તિ કરી શકે તેમ નથી; કેમ કે સદા સર્વ શક્તિથી સ્વભૂમિકા અનુસાર પ્રયત્ન કરી રહ્યા છે. વળી, તેઓની પ્રવૃત્તિ મંદતારૂપ અવસાનને પામે તેવી પણ નથી. આવા સાધુઓની સંયમની પ્રવૃત્તિની મંદતા અને ઉપરની ભૂમિકાના સંયમમાં અપ્રવૃત્તિ તે બન્નેના મધ્યભાગરૂપે મધ્યસ્થભાવમાં વર્તે છે. તેવા મધ્યસ્થ પરિણામવાળા સાધુને આશ્રયીને ઉપદેશ વિફલ છે.
અહીં વિશેષ એ છે કે ઉપરની ભૂમિકામાં જનારા એક પ્રકારના સાધુ છે, બીજા પ્રકારના સાધુ સ્વશક્તિના પ્રકર્ષથી યત્ન કરનારા છે, તેઓ ઉપરની ભૂમિકામાં જઈ શકે તેવા નથી અને પાત પામે તેવા પણ નથી. ત્રીજા પ્રકારના સાધુ સ્વશક્તિ અનુસાર સંયમમાં યત્ન કરે છે, તોપણ ઉપદેશ ન મળે તો પાત પામે તેવા છે. આ ત્રણ પ્રકારના સાધુઓમાંથી બીજા પ્રકારના સાધુ મધ્યભાગમાં રહેલા છે; તેથી ઉપરની ભૂમિકાની અપ્રવૃત્તિ અને મંદતારૂપ અવસાન પામે તેવી પાતની પ્રવૃત્તિ પણ નથી, પણ સ્વભૂમિકા અનુસાર પ્રવૃત્તિ કરી રહ્યા છે તે બન્નેની વચમાં રહેલા છે, માટે મધ્યસ્થભાવવાળા છે. અને આવા સાધુ પોતાની