________________
૧૦૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૭૦, ૭૧
જેમ ઇતરમાંeભાવથી અસમંજસ પ્રવૃત્તિમાંગદ્રવ્યથી સંયમની ક્રિયા હોવા છતાં ગુણસ્થાનકને અનુકૂળ ભાવ ન થાય તેવી અસમંજસ પ્રવૃત્તિમાં ઈતર અભાવયતિવિડમ્બકપ્રાયસંયમને અનુકૂળ સવીર્ય ઉલ્લસિત થયું નથી તેવા વેષધારી સાધુ, અસમર્થ છે. I૭૦/૪૩૭. ભાવાર્થ :
જેઓને પરમાર્થથી સાધુપણું અંગગીભાવરૂપે પરિણમન પામેલ છે તેઓ લેશ પણ પ્રમાદ વગર સંયમની સર્વ ક્રિયાઓ અત્યંત સંવેગપૂર્વક કરે છે, તેથી શક્તિના પ્રકર્ષથી તેઓની તે સંયમની પ્રવૃત્તિ તેઓના ચારિત્રની વૃદ્ધિનું કારણ બને તે રીતે સદા વર્તે છે. તેવા કુશલ આશયવાળા તેઓ હોવાથી સંયમની બાહ્ય ક્રિયાઓ અંતરંગ ભાવવૃદ્ધિનું કારણ ન બને તેવી અસમંજસ પ્રવૃત્તિ કરવા માટે અસમર્થ બને છે.
જેમ દયાળુ હૈયાવાળો જીવ કોઈને મારવા માટે સમર્થ બનતો નથી તેમ આવા મહાત્મા પણ સંયમની વૃદ્ધિનું કારણ ન બને તેવી સંયમની ક્રિયાઓ કરવા માટે સમર્થ બનતા નથી. તેમાં દૃષ્ટાંત કહે છે – જેઓ ભાવથી ગુણસ્થાનકને પામ્યા નથી તેવા સાધુ સંયમની ક્રિયા કરતા હોય તોપણ સંયમની પરિણતિ પ્રાપ્ત થાય તે પ્રકારના ભાવથી સંયમની પ્રવૃત્તિ કરવા માટે સમર્થ બનતા નથી તેમ ભાવસાધુ ગુણસ્થાનકની વૃદ્ધિ ન થાય તે રીતે પ્રવૃત્તિ કરવા સમર્થ બનતા નથી.
અહીં વિશેષ એ છે કે, જેમ સામાન્યથી જે ગુણોથી જે ભાવોથી ભગવાને જ આવશ્યક કરવાના કહ્યા છે તે ગુણોથી અને તે ભાવોથી કરવા માટે પ્રાયઃ જીવો સમર્થ બનતા નથી તેમ જે સાધુએ જે ગુણોથી અને જે ભાવોથી ભગવાને આવશ્યક કરવાના કહ્યા છે તે ગુણોથી અને તે ભાવોથી તે છ આવશ્યક કરીને વિશેષ વિશેષ પ્રકારે શાંતરસનો અનુભવ પ્રતિદિન કરતા હોય છે તેવા ભાવસાધુ ક્યારેય તે છ આવશ્યકની ક્રિયા શાંતરસનું કારણ ન બને તે રીતે કરવા સમર્થ બનતા નથી. II૭૦/૪૩ના અવતરણિકા :
अत्रैव कञ्चिद्विशेषमाह - અવતરણિકાર્ય :
આમાં જ=સૂત્ર-૭૦માં દષ્ટાંત આપ્યું કે દ્રવ્યસાધુ ભાવથી સમંજસ પ્રવૃત્તિ કરવા માટે સમર્થ થતા નથી તેમ ભાવસાધુ અસમંજસ પ્રવૃત્તિ કરવા માટે સમર્થ થતા નથી એમાં જ, કંઈક વિશેષને કહે છે – સૂત્ર :
રૂતિ નિદર્શનમીત્રમ્ T૭9/૪રૂટના