________________
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૬૬
શાસ્ત્રમાં તેઓને ઉપદેશ કેમ અપાયો છે? તેનું સમાધાન કરવા સૂત્ર-૬૭,૬૭માં ત્રણ કારણોથી ભાવચારિત્રીને ઉપદેશ અપાય છે તેની સ્પષ્ટતા કરી છે. તે આ પ્રમાણે – (૧) કર્મના વૈચિત્ર્યને કારણે ચારિત્રનો પરિણામ નાશ ન થાય અને અતિશયિત-અતિશચિત કરવા માટે :
પ્રાપ્ત થયેલા ચારિત્રના પરિણામને અતિશયિત અતિશયિત કરવા અર્થે તેના સાધનના અનુષ્ઠાનવાળો ઉપદેશ શાસ્ત્રમાં છે, તેથી જે સાધુ દીક્ષા ગ્રહણથી માંડીને ઉચિત પ્રવૃત્તિ કરવા માટે તત્પર થયા છે તેઓ તેના સાધનભૂત ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરી શકે તે બતાવવા અર્થે શાસ્ત્રમાં સાધુએ સંયમ ગ્રહણ કર્યા પછી શું શું પ્રવૃત્તિ કરવી ઉચિત છે ? તેને બતાવનાર શાસ્ત્રવચનો છે અને તે શાસ્ત્રવચનના બળથી જ તે સાધુઓ હિતાવહ પ્રવૃત્તિ કરે છે.
તેથી એ ફલિત થાય કે સાધુઓ એકાંતે હિતાવહ પ્રવૃત્તિ નથી કરતા માટે સાધુને ગુરુકુલવાસાદિનો ઉપદેશ છે એમ નથી, પરંતુ એકાંત હિતાવહ પ્રવૃત્તિ તેઓ કઈ રીતે કરી શકે ? તેના ઉપાયરૂપે ગુરુકુલવાસાદિનો ઉપદેશ છે, તેથી પરિણત ચારિત્રવાળા મુનિ તે ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરીને જ એકાંતે હિતકારી પ્રવૃત્તિ કરનારા છે. (૨) કર્મને વશ પાત પામેલ ચારિત્રનો પરિણામ ફરી પ્રગટ કરવા અર્થે -
વળી, યોગ્ય પણ જીવોને ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થયા પછી કર્મના વૈચિત્ર્યથી તે ચારિત્રનો પરિણામ નાશ થઈ શકે છે અને જ્યારે તેઓમાં ચારિત્રનો પરિણામ નાશ થાય ત્યારે તેઓની પ્રવૃત્તિ એકાંત હિતાવહ રહેતી નથી, તોપણ તેવા જીવો ગુરુકુલવાસાદિનો ઉપદેશ સાંભળીને સમ્યફ પ્રકારે તેમાં પ્રવૃત્તિ કરે તો ફરી તેઓને ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય તેના માટે પણ સાધુઓને ગુરુકુલવાસાદિનો ઉપદેશ શાસ્ત્રમાં અપાયો છે.
અહીં કહ્યું કે તેવા પ્રકારના આકર્ષથી ફરી ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય છે અર્થાત્ દઢ પ્રયત્ન ન કરે તો પાત કરાવે તેવા આકર્ષના વશથી પાત થયેલો પણ ક્યારેક કોઈકને ફરી ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ સાધુ ક્રિયાના અંતરંગ પ્રયત્નમાં શિથિલ થયા હોય તો સમભાવના પરિણામરૂપ ચારિત્ર નાશ પામે છે, આમ છતાં સમભાવના રાગી છે, તેથી ગુરુકુલવાસાદિનો ઉપદેશ સાંભળીને તેમાં સમ્યફ યત્ન કરે તો પાત પામેલું ચારિત્ર ફરી સમભાવના પરિણામરૂપે પ્રગટ થાય છે, તેથી સંયમ સ્વીકારનારા સાધુને કઈ પ્રવૃત્તિ હિતાવહ છે ? તે બતાવવા માટે અને કર્મને વશ પાત થયેલા પણ ચારિત્રના પરિણામને ફરી પ્રગટ કરવા માટે, સાધુને આશ્રયીને ગુરુકુલવાસાદિનો ઉપદેશ છે. કર્મો વિચિત્ર છે એ બતાવવા માટે સાક્ષીપાઠ આપ્યો, તેનો અર્થ આ પ્રમાણે છે –
જીવે અનાદિકાળથી ચીકણાં કર્મોને ઘન કરેલ છે અને તે કર્મો અત્યંત કઠિન છે, તેથી તીણ ઉપયોગ દ્વારા જ તેનો ક્ષયોપશમ થઈ શકે છે. વળી, તે કર્મો વજ જેવાં મજબૂત છે, તેથી તેનો ભેદ કરવો