________________
૮૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬૦ વળી, કેટલાક જીવોએ તેવા પ્રકારના કૃતની લિપ્સાથી દિક્ષા ગ્રહણ કરેલ છે જેમ ગોવિંદાચાર્ય બૌદ્ધદર્શનના વિદ્વાન પંડિત હતા. બાદમાં જૈન સાધુ પાસે હારી જવાને કારણે સ્યાદ્વાદ ભણવાની ઇચ્છાવાળા થયા. સ્યાદ્વાદ ભણવા માટે દીક્ષા સિવાય જૈન સાધુઓ ભણાવે નહિ, તેથી સ્યાદ્વાદના પરમાર્થને જાણવા માટે માયાથી દીક્ષા ગ્રહણ કરેલ અને શાસ્ત્ર ભણતાં ભણતાં કોઈક શાસ્ત્રવચનથી પ્રતિબોધ પામીને ગુરુ પાસે માયાથી ગ્રહણ કરેલી દીક્ષાની શુદ્ધિ કરીને ભાવથી દીક્ષાને પામ્યા અને પ્રભાવક આચાર્ય થયા, તેથી તાત્ત્વિક ચારિત્રના પરિણામમાં પક્ષપાત વગર વાદમાં જીતવાના આશયથી શ્રુત ભણવા માટે દીક્ષા ગ્રહણ કરેલ હોવા છતાં પારમાર્થિક દીક્ષાના પ્રવૃત્તિકાલની પ્રાપ્તિ થઈ, તેથી તેવા પ્રકારના કૃતની લિપ્સા પણ પ્રવ્રજ્યાના પ્રવૃત્તિકાલનું સાધન છે.
વળી, આર્યસુહસ્તિસૂરીશ્વરજી મહારાજા દ્વારા દીક્ષિત ભિખારીએ ખાવાની લાલસાથી દીક્ષા ગ્રહણ કરેલી; તોપણ મૃત્યુ વખતે પ્રવજ્યા પ્રત્યેનો કંઈક રાગ થયો જેથી સંપ્રતિરાજા થયા અને ક્રમે કરીને સંયમની પ્રાપ્તિ કરશે. માટે સંયમની પ્રવૃત્તિકાલનું સાધન ખાવાની ઇચ્છાથી દીક્ષાનું ગ્રહણ પણ બની શકે છે.
વળી, ભવદેવ પોતાના ભાઈના ઉપરોધથી=ભાઈના આગ્રહથી, દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષા ગ્રહણ કરતી વખતે ચારિત્રનો પારમાર્થિક બોધ નથી તો પણ તેની પત્ની નાગિલાના ઉપદેશથી સંયમમાં સ્થિર થાય છે, તેથી સંયમના પ્રવૃત્તિકાલનું સાધન સ્વજનનો ઉપરાધ બને છે.
વળી, સુંદરીનંદના બંધુએ સુંદરીનંદને બળાત્કારથી દીક્ષા આપીને તેમને સંયમમાં પ્રવૃત્તિ કરાવી અને ક્રમે કરીને તેઓ પણ ભાવથી પ્રવ્રજ્યાને પ્રાપ્ત કરે છે, તેથી બળાત્કારથી પણ અપાયેલી દીક્ષા કોઈક જીવને આશ્રયીને ભાવથી સંયમની પ્રવૃત્તિકાલનું સાધન બને છે.
વળી, કોટકગણિ કલ્યાણના અર્થી હતા છતાં દીક્ષાના પ્રારંભમાં ભાવથી દીક્ષાનો પરિણામ પ્રગટ થયો નહિ, આમ છતાં દીક્ષા ગ્રહણ કર્યા પછી સંયમની પ્રતિદિન ક્રિયા “પંચવસ્તુક' ગ્રંથમાં બતાવેલી છે તે પ્રમાણે સેવતા હતા અને સંયમની નિષ્પત્તિના ઉપાયભૂત અને સંયમની વૃદ્ધિના ઉપાયભૂત અગિયાર દ્વારોનું વર્ણન પંચવસ્તકમાં કરેલ છે તે પ્રમાણે તેઓ સેવતા હતા, તેથી તે સેવનના બળથી કેટલાક કાળ પછી ભાવથી પ્રવજ્યા પ્રાપ્ત થઈ, તેથી ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિનું કારણ શાસ્ત્રવિધિ અનુસાર કરાયેલી ઉચિત ક્રિયા પણ બને છે, તેથી તે પણ ભાવથી પ્રવ્રજ્યાના પ્રવૃત્તિકાલનું સાધન છે, પરંતુ પ્રવ્રજ્યાની શક્તિનો સંચય થયો ન હોય અને અકાલે સુક્ય થાય તે પ્રવજ્યાના પ્રવૃત્તિકાલનું સાધન નથી.
અહીં નિદાનનું શ્રવણ પ્રવૃત્તિકાલનું સાધન છે એમ બતાવીને ટીકામાં તેની સાક્ષી આપી, તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવ ગુણના પક્ષપાતપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે, સુસાધુઓની ભક્તિ કરે છે, ઉચિત રીતે અનુકંપાદાન કરે છે તે સર્વ દાનધર્મ છે અને તે દાનધર્મ પરંપરાએ મોક્ષનું કારણ હોવા છતાં તે દાનથી ઉત્તમ ભોગોની પ્રાપ્તિ થાય છે. જેમ સાધુને અપાયેલા દાનથી શાલિભદ્રને ઉત્તમ ભોગોની પ્રાપ્તિ થઈ.
વળી, જેઓ દેશવિરતિનું કે સર્વવિરતિનું સમ્યફ પાલન કરે છે તેઓ દેવગતિની પ્રાપ્તિ કરે છે.