________________
૮૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૦, ૧૧
વળી, જેઓ બાર પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત કરે છે અથવા કૃતવચનોથી આત્માને ભાવિત કરે છે તેઓને ભોગો પ્રત્યેના અસંશ્લેષ પરિણામરૂપ વિમુક્તિની પ્રાપ્તિ થાય છે અને સ્વાધ્યાય આદિ બાર પ્રકારનાં તપથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આ પ્રકારનો ઉપદેશ મહાત્માએ શ્રોતાની ભૂમિકા પ્રમાણે બતાવવો જોઈએ અને કોઈક યોગ્ય જીવને દાનનો પરિણામ થાય તો તે દાનના પરિણામથી પણ ક્રમે કરીને સંયમજીવનની પ્રવૃત્તિકાલને પ્રાપ્ત કરે છે, તેથી દાનાદિનાં ફળના શ્રવણથી પણ યોગ્ય જીવોને સંયમના પ્રવૃત્તિકાલની પ્રાપ્તિ થાય છે. ૬૦/૪૨ના અવતરણિકા -
ननु कथं तत्प्रवृत्तिमात्रं सद्भावप्रव्रज्याप्रतिपत्तिकालहेतुरित्याशङ्कयाह - અવતરણિતાર્થ :
“નનુ'થી શંકા કરે છે – કેવી રીતે તે પ્રવૃત્તિ માત્ર તાત્વિક ઉપયોગશૂન્ય માત્ર પ્રવૃત્તિ, સદ્ભાવ પ્રવ્રજ્યાના સ્વીકારના કાલનો હેતુ છે?=તાત્વિક પ્રવ્રજ્યાની પ્રાપ્તિના કાલનો હેતુ છે? એ પ્રકારની શંકા કરીને કહે છે – ભાવાર્થ -
પૂર્વસૂત્રમાં કહ્યું કે કેટલાક મહાત્માએ પ્રવજ્યાનાં પરિણામથી શૂન્ય નિદાનશ્રવણાદિથી પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને તે પ્રવજ્યાના બળથી તેઓને તાત્ત્વિક પ્રવજ્યાનું કારણ બને તેવી પ્રવજ્યાના કાળની પ્રાપ્તિ થઈ તે કેવી રીતે સંભવે ? એ પ્રકારની વિચારકને શંકા થાય એથી કહે છે –
સૂત્ર :
तस्यापि तथापारम्पर्यसाधनत्वम् ।।६१/४२८ ।। સૂત્રાર્થ:
તેનું પણ પ્રવ્રજ્યામાં પરિણામશૂન્ય પ્રવૃત્તિમાત્રનું પણ તે પ્રકારે પરંપરાથી સાધનપણું છે. (તેથી પારમાર્થિક પ્રવજ્યાના સ્વીકારના કાલનો હેતુ પ્રવ્રજ્યામાકનો સ્વીકાર પણ બને છે.) II૬૧/૪૨૮ll ટીકા :
'तस्यापि' प्रवृत्तिमात्रस्य, किं पुनरन्यस्य भववैराग्यादेरित्यपिशब्दार्थः, 'तथापारम्पर्येण' तत्प्रकारपरम्परया 'साधनत्वं' साधनभावः, श्रूयते हि केचन पूर्वं तथाविधभोगाभिलाषादिनाऽऽलम्बनेन द्रव्यप्रव्रज्यां प्रतिपद्य पश्चात् तदभ्यासेनैव व्यावृत्तातितीव्रचारित्रमोहोदया भावप्रव्रज्याप्रतिपत्तिकालाराधकाः संजाताः, यथा अमी एव गोविन्दादय इति ।।६१/४२८ ।।