________________
GO
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૪, ૬પ
ભાવાર્થ :
મહાત્માઓને ભાવથી ચારિત્રનો પરિણામ પ્રગટ થાય છે ત્યારે સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ વગેરે સર્વ ભાવો પ્રત્યે તુલ્યવૃત્તિ હોવાથી, બાહ્ય નિમિત્તાકૃત કે દેહકૃત મોહના કોઈ વિકારો થતા નથી, તેથી શરદઋતુમાં સરોવરનું પાણી જેમ સ્વચ્છ વર્તે છે તેમ મહાત્માનું ચિત્ત મોહની અનાકુળતાવાળું સ્વચ્છ વર્તે છે, તેથી તેઓને અપૂર્વ વસ્તુની પ્રાપ્તિ થયેલી હોવાથી તેઓ પ્રસન્નભાવમાં હોય છે. વળી, મોટા સમુદ્રનો મધ્યભાગ જેમ અતિ ઊંડાણવાળો હોય છે તેમ મહાત્માનું ચિત્ત તત્ત્વને જોવા માટે ઊંડાણવાળું હોય છે; તેથી તેઓ જાણે છે કે કારણથી કાર્યની નિષ્પત્તિ થાય છે અને પોતે મોક્ષના ઉપાયભૂત ચારિત્રને જે અંશથી સેવી રહ્યા છે તે અંશથી મોક્ષને આસન્ન આસન્નતર થઈ રહ્યા છે માટે અવશ્ય યોગમાર્ગનું ક્રમસર પૂર્ણસેવન થશે ત્યારે પોતાને મોક્ષની પ્રાપ્તિ થશે. માટે જે ઉપરની ભૂમિકાના સંયમમાં પોતે યત્ન કરી શકે તેમ નથી તે વખતે તેના ફળની આકાંક્ષારૂપ અકાલ સુક્ય તેઓમાં વર્તતું નથી; કેમ કે તેવી આકાંક્ષા કરવાથી ફળની પ્રાપ્તિ થાય નહિ તેવો સ્થિર નિર્ણય તે મહાત્માને છે. આથી જ અસંગ અનુષ્ઠાનની શક્તિનો સંચય કર્યો ન હોય ત્યારે અકાલ સુક્ષ્મ ધારણ કરીને અસંગ અનુષ્ઠાનની આચરણામાં તેઓ યત્ન કરતા નથી; પરંતુ પોતાની શક્તિનો સંચય જે પ્રકારે થયો હોય તે શક્તિ અનુસાર તે મહાત્મા ઉચિત અનુષ્ઠાન કરીને ઉત્તર ઉત્તરના ચારિત્રની વૃદ્ધિ કરે છે.
આનાથી એ ફલિત થાય છે કે જે મહાત્માઓ ચારિત્રના પરિણામવાળા છે તેઓનું ચિત્ત મોહથી અનાકુળ હોવાને કારણે પ્રસન્નભાવવાળું છે, માટે તેઓ મોહની આકુળતારૂપ અકાલ સૂક્યને ધારણ કરતા નથી; કેમ કે અકાલ સૂજ્ય આર્તધ્યાનરૂપ હોવાથી મોહની આકુળતારૂપ છે.
વળી, ચારિત્રના પરિણામવાળા મહાત્મા ગંભીર હોવાથી કાર્ય-કારણ ભાવનો નિર્ણય કરીને કારણમાં યત્ન કરે છે, અકારણ એવા અકાલ સૂજ્યમાં યત્ન કરતા નથી. માટે ચારિત્રનો પરિણામ જેઓને પ્રગટ થયો છે તેમાં અકાળ સુક્ય નથી. II૬૪/૪૩૧ અવતરણિકા -
एतदपि कथमित्याह -
અવતરણિકાર્ય :
આ પણ=ચારિત્ર પરિણત થયે છતે મુનિમાં પ્રસન્નપણું અને ગંભીરપણું પ્રગટ થાય છે એ પણ, કેમ છે ? એથી કહે છે –
સૂત્ર :
હિતાવહત્વાન્ દૂધ/જરૂરી