________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧ર સૂત્ર :
યતિધર્માધિકારડ્યાત્તિ પ્રતિષ: Tદર/૪૨૧ સૂત્રાર્થ -
યતિધર્મનો અધિકાર આ છે પ્રકાંત છે એથી પ્રતિષધ છે પરિણામશન્ય પ્રવજ્યા ગ્રહણ કરવાનો નિષેધ છે. lls૨/૪ર૯II
ટીકા -
'यतिधर्माधिकारः' शुद्धसाधुधर्मप्रस्तावः पुनरयं प्रक्रान्तः ‘इति' एतस्माद्धेतोः 'प्रतिषेधो' निवारणं प्रवृत्तिमात्रस्य, नहि यथा कथञ्चित् प्रवृत्तः सर्वोऽपि प्राणी भावधर्मप्रवृत्तिकालाराधको भवति, किन्तु घुणाक्षरप्रवृत्त्या कश्चिदेवेति सर्वत्रौचित्येन प्रवर्तितव्यम् ।।६२/४२९।। ટીકાર્ય :
તિથfધાર' પ્રવર્તિવ્યમ્ ા યતિધર્મનો અધિકાર આ છે શુદ્ધ સાધુધર્મનો પ્રસ્તાવ પ્રક્રાંત છે, એ હેતુથી પ્રતિષેધ છે= પ્રવૃત્તિમાત્રનું નિવારણ છે. હિ=જે કારણથી જે તે રીતે પ્રવૃત્ત સર્વ પણ જીવો ભાવધર્મની પ્રવૃત્તિકાલના આરાધક થતા નથી, પરંતુ ઘણાક્ષર પ્રવૃત્તિથી=વિચાર્યા વગર પ્રવૃત્તિથી, કોઈક જ પ્રવૃત્તિકાલનો આરાધક થાય છે એથી સર્વત્ર=સર્વ પ્રવૃત્તિમાં ઔચિત્યથી યત્ન કરવો જોઈએ=જે પ્રકારના ધર્મને કરવાની પોતાની ભૂમિકા હોય તે ભૂમિકાની પ્રવૃત્તિ કરવી જોઈએ. li૬૨/૪૨૯iા ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે ભાવશૂન્ય પ્રવજ્યાના સ્વીકારથી પણ કેટલાકને પરંપરાએ ભાવથી પ્રવજ્યાની પ્રાપ્તિ થઈ, તેથી કોઈકને પ્રશ્ન થાય કે “તો પછી જેઓને સંસારના કોઈપણ આશયથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવાનો પરિણામ થયો છે તેઓને પણ પ્રવજ્યા આપવી જોઈએ; જેથી તેઓ પણ ભાવથી પ્રવ્રયાને પામીને હિત સાધી શકે”. તેના નિવારણ માટે કહે છે –
પ્રસ્તુતમાં શુદ્ધ સાધુધર્મ કેવી રીતે પ્રાપ્ત કરવો જોઈએ ? તેનો વિષય ચાલે છે, તેથી તેની પ્રાપ્તિના ઉપાયરૂપે ઉચિત પ્રવૃત્તિનું જ કથન કરવું જોઈએ. અર્થાત્ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરીને પ્રવજ્યાની શક્તિનો સંચય કર્યા પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરે એ જ ઉચિત છે તેમ પ્રસ્તુત પ્રસ્તાવ અનુસાર કહેવું જોઈએ, જેથી તે રીતે પ્રવજ્યા ગ્રહણ કરનારને અવશ્ય પ્રવજ્યાનું ફળ પ્રાપ્ત થાય; કેમ કે જે તે રીતે પ્રવજ્યા ગ્રહણ કરનારા બધા જીવો ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિના કાલને પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ કેટલાક જ જીવો તેવી યોગ્યતાવાળા છે કે ગમે તે આશયથી આવેલા હોય તોપણ પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી