________________
૮૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧, ૬ર
ટીકાર્ચ -
તસ્થાપિ' ... રૂતિ છે તેનું પણ=પ્રવૃત્તિમાત્રનું પણ=સંયમ પ્રત્યેના રાગ વગર સંયમ ગ્રહણ માત્રની પ્રવૃત્તિનું પણ, તે પ્રકારે પરંપરાથી સાધનપણું ભાવપ્રવજ્યાનું કારણ પણું છે. હિ=જે કારણથી કેટલાક પૂર્વમાં તેવા પ્રકારના ભોગના અભિલાષાદિના આલંબનથી દ્રવ્યપ્રવ્રયાને સ્વીકારીને પાછળથી તેના અભ્યાસથી જકદ્રવ્યપ્રવ્રજ્યાના અભ્યાસથી જ. વ્યાવૃત અતિતીવ્ર ચારિત્રમોહોદયવાળા ભાવપ્રવ્રજ્યાના પ્રતિપત્તિકાલના આરાધક થયેલા સંભળાય છે શાસ્ત્રમાં સંભળાય છે, જે પ્રમાણે આ જ ગોવિંદવાચક આદિ છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૬૧/૪૨૮.
“તસ્થાપિ'માં રહેલા ‘પ' શબ્દથી એ કહેવું છે કે વળી ભવવૈરાગ્ય આદિ ભાવો તો પ્રવ્રજ્યાનાં પરંપરાએ કારણ છે પરંતુ પ્રવજ્યાની પ્રવૃત્તિ માત્ર પણ પરંપરાએ ભાવપ્રવજ્યાનાં કારણ છે. ભાવાર્થ :
સામાન્યથી વિચારકને લાગે કે જે જીવોને ભવવૈરાગ્યાદિ નથી તે જીવોને તેવા પ્રકારના ભોગાદિના અભિલાષાદિથી પ્રવ્રજ્યા સ્વીકારે તે પ્રવજ્યાના બળથી તેઓને પરમાર્થથી પ્રવ્રજ્યાના પ્રાપ્તિકાલની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે –
કેટલાક જીવોની તે પ્રકારની યોગ્યતા જ છે કે દીક્ષા લેતી વખતે ભવથી વિરક્ત નહિ હોવા છતાં તેવા પ્રકારના ભોગના આશયથી દીક્ષા ગ્રહણ કરે, આમ છતાં દીક્ષા ગ્રહણ કર્યા પછી ગીતાર્થ ગુરુ પાસે રહીને સંયમની ઉચિત પ્રવૃત્તિ કરે ત્યારે પૂર્વમાં જે અતિતીવ્ર ચારિત્રમોહનીયનો ઉદય હતો તેના કારણે દીક્ષા ગ્રહણકાળમાં ભવવૈરાગ્યનો પરિણામ નહિ હોવા છતાં ખાવા આદિના અભિલાષથી દીક્ષા ગ્રહણ કરેલ છે છતાં સંયમની પ્રવૃત્તિ જોઈને અથવા શાસ્ત્રઅધ્યયનાદિના કારણે તે તીવ્ર ચારિત્રમોહનીયકર્મ દૂર થાય છે જેથી ભવવૈરાગ્ય આદિ ભાવો થાય છે, જેના કારણે ભાવથી પ્રવ્રજ્યાસ્વીકારના કાળને તેઓ પ્રાપ્ત કરે છે જેમ ગોવિંદાચાર્ય આદિ મહાત્મા વૈરાગ્ય વગર સંયમ ગ્રહણ કરેલ હોવા છતાં પાછળથી સંયમના ભાવને પ્રાપ્ત કરે છે. II૬૧/૪૨૮ અવતરણિકા :
तहि प्रवृत्तिमात्रमपि कर्त्तव्यमापनमित्याह - અવતરણિકાર્ય :
તો=પૂર્વસૂત્રમાં કહ્યું કે પરિણામ વગરની પ્રવૃત્તિમાત્રથી પણ પરંપરાએ ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ થાય છે તો, પ્રવૃત્તિમાત્ર પણ=વૈરાગ્ય વગર સંયમની પ્રવૃત્તિમાત્ર પણ, કર્તવ્ય પ્રાપ્ત થાય એથી કહે છે –