________________
૭૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-પપ, પકા પ્રકારનાં અનુષ્ઠાન કરવાની ઇચ્છા થયેલ છે અને અનુષ્ઠાનના સેવનકાળમાં કાંઈક કાંઈક શુભભાવો થાય છે, તેથી તે અનુષ્ઠાનનો દીર્ઘ એવો સ્થૂલ કાળગ્રહણ કરીને વ્યવહારનય તે ક્રિયામાં વર્તતા શુભભાવોને આશ્રયીને ધર્મધ્યાન સ્વીકારે છે. જ્યારે નિશ્ચયનય તો અવિવેકમૂલક ઔત્સુક્ય હોવાથી તે અંશને સામે રાખીને તેને આર્તધ્યાન કહે છે.
અહીં આર્તધ્યાનથી ચિત્તની એકાગ્રતા ન હોય તોપણ આર્તધ્યાનને અભિમુખ ભાવોને આર્તધ્યાનરૂપે ગ્રહણ કરેલ છે અને ધર્મધ્યાનથી ચિત્તની એકાગ્રતા ન હોય તોપણ મોક્ષને અનુકૂળ થતા શુભભાવોને આશ્રયીને ધર્મધ્યાનરૂપે ગ્રહણ કરેલ છે. પપ/૪રા અવતરણિકા:
ननु अनुत्सुकः प्रवृत्तिकालमपि कथं लप्स्यते इत्याशङ्क्याह - અવતરણિતાર્થ -
અનુસુક એવો જીવ પ્રવૃત્તિકાલને કેવી રીતે પ્રાપ્ત કરશે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ
પૂર્વસૂત્રમાં કહ્યું કે જે મહાત્માઓ અકાલમાં સુજ્યને કરે છે તેઓ તત્ત્વથી આર્તધ્યાન કરે છે, તેથી કોઈને શંકા થાય કે કોઈપણ કાર્ય કરતાં પૂર્વે તે કાર્ય કરવાની ઉત્સુકતા થાય તો જ તે કાર્ય કરવાની ઇચ્છા થાય છે, તેથી જે કાર્ય કરવાની શક્તિ નથી તેમાં પણ તે કાર્ય કરવાની ઉત્સુકતા ન હોય તો તે કાર્ય કરવાને અનુકૂળ પ્રવૃત્તિકાલ કેવી રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ થઈ શકે નહિ.
આશય છે કે જેમ કોઈમાં સર્વવિરતિ ગ્રહણ કરવાને અનુકૂળ શક્તિસંચય ન થયો હોય તે વખતે પણ તેને સર્વવિરતિ ગ્રહણ કરવાની ઉત્સુકતા થાય, તો જ સર્વવિરતિના ગ્રહણની પ્રાપ્તિનો કાળ તેને પ્રાપ્ત થઈ શકે. માટે જેમાં શક્તિ નથી તેવું કાર્ય કરવાની ઉત્સુકતામાં આર્તધ્યાન છે એમ કહેવું ઉચિત નથી એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર:
નેવં પ્રવૃત્તિવાન સાધનમ્ II૬/૪૨૩ . સૂત્રાર્થ :
અને આ અકાલે કાર્ય કરવાનું ઔસ્ક્ય પ્રવૃત્તિકાળનું સાધન નથી. આપs/૪૨૩ ટીકા - 'न' नैवेदम् औत्सुक्यं 'प्रवृत्तिकालसाधनं' कार्यस्य यः ‘प्रवृत्तिकालः' प्रस्तावलक्षणः तस्य 'साधनं'