________________
૭૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-પ૪, પપ સૂત્ર :
इतरथाऽऽर्तध्यानापत्तिः ।।५४/४२१ ।। સૂત્રાર્થ:
ઈતરથા શક્તિના આલોચન વગર અશક્ય અનુષ્ઠાનમાં, યત્ન કરવામાં આવે તો આર્તધ્યાનની આપત્તિ છે. IFપ૪/૪૨૧II ટીકા -
'इतरथा' अनुचितारम्भे 'आर्तध्यानस्य' प्रतीतरूपस्य 'आपत्तिः' प्रसङ्गः स्यात् ।।५४/४२१।। ટીકાર્ય :
ફતરથા' ..... ચાત્ W ઈતરથા-અનુચિત આરંભમાં=પોતાના કૃત્યથી તે અનુષ્ઠાનથી નિષ્પાવ ભાવમાં યત્ન ન થઈ શકે તેવા અનુચિત આરંભમાં, પ્રતીતરૂપ આર્તધ્યાનની આપત્તિ છે. i૫૪/૪૨૧ ભાવાર્થ
જે મહાત્માઓ સંસારથી ભય પામેલા છે, મોક્ષના અત્યંત અર્થી છે, છતાં ઉચિત અનુચિતની વિચારણામાં મોહ પામેલા છે તેઓ પોતાના ચિત્તની પ્રવૃત્તિને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સ્વીકારવાને બદલે બાહ્યથી જે અનુષ્ઠાન અધિક દેખાય=દેશવિરતિ કરતાં સર્વવિરતિ અધિક છે તેમ દેખાય અને પોતાની શક્તિ છે કે નહીં તેનો વિચાર કર્યા વગર સર્વવિરતિને સેવવાના પ્રયત્નવાળા થાય છે તેઓ તે અનુષ્ઠાન દ્વારા નિષ્પાદ્ય ભાવના લેશને સ્પર્શી શકતા ન હોય, માત્ર બાહ્ય અનુષ્ઠાન કરે છે અને જે અનુષ્ઠાનમાં મોક્ષને અનુકૂળ ભાવના લેશનો સ્પર્શ ન હોય તેવું કષ્ટકારી સેવાનું અનુષ્ઠાન આર્તધ્યાનરૂપ હોવાથી તે અનુષ્ઠાનને સેવીને પણ તેઓ સંસારના ફલને પ્રાપ્ત કરે છે. આપ૪/૪૨૧ાા
અવતરણિકા :
कथमित्याह -
અવતરણિકાર્ય :
કેમ=સ્વશક્તિ કરતાં ઉત્તરની ભૂમિકાવાળા અનુષ્ઠાનનાં સેવનમાં કેમ, આર્તધ્યાનની પ્રાપ્તિ છે? એથી કહે છે –
સૂત્ર :
अकालौत्सुक्यस्य तत्त्वतस्तत्त्वात् ।।५५/४२२ ।।