________________
૭૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧| સૂત્ર-પર, ૫૩ સૂત્રઃ
યથાશક્ટિ પ્રવૃત્તિ /પર/૧૧/ સૂત્રાર્થ:
યથાશક્તિ પ્રવૃત્તિ હોવાથી=પોતાની જે અનુષ્ઠાનમાં જે પ્રકારની શક્તિ હોય તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ હોવાથી, પ્રાયઃ અતિચારનો અસંભવ છે એમ પૂર્વસૂત્ર સાથે અન્વય છે. પ૨/૪૧૯ll ટીકા -
‘ાથાશક્ટિ' યથાસામર્થ સર્વશાર્વે પ્રવૃત્તઃ' પ૨/૪૨૧ ટીકાર્ય :
“યથાશક્તિ 'પ્રવૃત્ત | યથાશક્તિ યથાસામર્થ્ય, સર્વકાર્યોમાં પ્રવૃત્તિ હોવાથી ઉચિત અનુષ્ઠાનમાં પ્રાય અતિચારનો અસંભવ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. પ૨/૪૧૯ ભાવાર્થ
જે મહાત્માઓ સંસારથી ભય પામેલા છે, મોક્ષના અત્યંત અર્થી છે અને વિવેકચક્ષુ પ્રગટેલી છે તેવા જીવો પોતાની મન-વચન અને કાયાની વર્તમાનમાં વર્તતી પ્રવૃત્તિ કયા અનુષ્ઠાનને ઉચિત છે તેનો નિર્ણય કરીને, પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનમાં શક્તિને ગોપવ્યા વગર પ્રવૃત્તિ કરે છે, તેથી તેવા જીવો જિનવચન અનુસાર જે અનુષ્ઠાન સેવે છે તે અનુષ્ઠાન સેવવા પૂર્વે તે અનુષ્ઠાનની ઉચિત વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, કઈ રીતે તે અનુષ્ઠાન મોહનું ઉમૂલન કરીને મોક્ષની પ્રાપ્તિનું કારણ છે તેનું યથાર્થ જ્ઞાન કરે છે અને તેનો યથાર્થ નિર્ણય કરીને તેમાં યથાર્થ યત્ન કરે છે, તેથી અતિચાર રહિત તે અનુષ્ઠાન સેવવા સમર્થ બને છે. આવા મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનની વિધિ ગીતાર્થો પાસે સાંભળે છે, સાંભળ્યા પછી સૂક્ષ્મ બુદ્ધિથી તેનું પર્યાલોચન કરે છે જેથી કઈ રીતે હું અનુષ્ઠાન સેવીશ તો મારા ઇષ્ટની પ્રાપ્તિ થશે? તેનો યથાર્થ નિર્ણય કરે છે અને તે પ્રમાણે જ અનુષ્ઠાનને સેવવા યત્ન કરે છે. કદાચ આદ્યભૂમિકામાં અભ્યાસદશામાં કોઈ સ્કૂલના થતી હોય તો તે અલનાના મર્મને જાણીને, તે અલનાને દૂર કરવા યત્ન કરે છે, જેથી ક્રમસર સ્કૂલનાઓ અલ્પ અલ્પતર થાય છે અને અંતે અતિચારરહિત તે અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. પર/૪૧લા અવતરણિકા –
इयमपि कथम्? उच्यते - અવતરણિકાર્ય :આ પણ= થાશક્તિ પ્રવૃત્તિ પણ, કેમ થાય છે ? તેનો ઉત્તર આપે છે –