________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-પ૧, પર
૭૧ તે બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે, આમ છતાં તે અનુષ્ઠાન દ્વારા મોહના ઉન્મેલનને અનુકૂળ અંતરંગ વ્યાપાર વિષયક કઈ રીતે યત્ન કરવો જોઈએ તે વિષયમાં ક્યારેક કોઈક સ્થાનમાં બોધ સ્પષ્ટ થતો ન હોય તો દિગ્મોહ સમાન સ્કૂલના પ્રાપ્ત થાય છે.
આ પ્રકારે પૂર્વમાં બતાવ્યા તે ત્રણ વિબોમાંથી કોઈપણ વિપ્ન જીવને અનાભોગથી વિચારણાના અભાવથી, અતિચારોનું કારણ બને છે; કેમ કે જો તે જીવ સમ્યફ તત્ત્વનું ભાવન કરે તો તે ત્રણે વિપ્નો નિવર્તન પામે તેવા છે, પરંતુ જે જીવ તે પ્રકારે ઉચિત યત્ન કરતો નથી તેમની તે પ્રવૃત્તિમાં દોષોની પ્રાપ્તિ થાય છે.
વળી, કેટલાક જીવોએ ભૂતકાળમાં નિકાચિત ક્લિષ્ટ કર્મો બાંધ્યાં છે, તેને કારણે શક્તિ અનુસાર ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે કર્મના કારણે શીત-ઉષ્ણાદિ પરિષહની પ્રાપ્તિ થાય છે જેનો પરિવાર તે મહાત્મા કરી શકતા નથી, તેથી કંટક જેવાં વિઘ્નોથી તેની પ્રવૃત્તિ સ્કૂલના પામે છે.
વળી, કેટલાક મહાત્માઓ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનમાં અપ્રમાદથી યત્ન કરતા હોય ત્યારે પૂર્વનાં બાંધેલાં નિકાચિત કર્મોના ઉદયથી વરાદિ રોગો ઉત્પન્ન થાય છે, જેથી તેમની યોગમાર્ગની પ્રવૃત્તિ અલના પામે છે.
વળી, કેટલાક મહાત્માઓ અપ્રમાદથી ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરતા હોય છતાં પૂર્વનાં બાંધેલાં નિકાચિત કર્મના ઉદયથી તે તે અનુષ્ઠાન દ્વારા અંતરંગ કઈ દિશામાં ઉદ્યમ કરવો જોઈએ. તેનાં આવારક નિકાચિત ક્લિષ્ટ કર્મો ઉદયમાં આવે છે ત્યારે દિગ્મોહ જેવા વિપ્નને પ્રાપ્ત કરે છે.
આ રીતે અનાભોગથી કે નિકાચિત કર્મના ઉદયથી ઉચિત અનુષ્ઠાનમાં પણ અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી, જેઓ ધર્મનું કર્યું અનુષ્ઠાન કઈ રીતે બહિરંગ વિધિથી સેવવાનું છે ? અને તે બહિરંગ વિધિના બળથી કઈ રીતે મોક્ષને અનુકૂળ અંતરંગ ભાવોમાં ઉદ્યમ કરવાનો છે? તેનો કોઈ માર્ગાનુસારી બોધ કર્યો નથી તેઓનું તે અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાન જ નથી, ફક્ત અનુષ્ઠાન સેવનારા ભદ્રક પ્રકૃતિવાળા જીવો હોય તો સામગ્રીને પામીને ઉચિત અનુષ્ઠાન કરે તેવી યોગ્યતા હોવાથી તેઓથી સેવાયેલું અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાન નહિ હોવા છતાં દૂરદૂરવર્તી પણ તેઓનું અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાનનું બીજ બને છે. I/પ૧/૪૧૮ અવતરણિકા -
एतदपि कथमित्याह - અવતરણિતાર્થ -
આ પણ ઉચિત અનુષ્ઠાનમાં પ્રાયઃ અતિચારનો અસંભવ છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું એ પણ, કેમ છે ? એથી કહે છે –