________________
૭૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-પ૧ જોઈએ તે પ્રકારના સૂક્ષ્મ ઉપયોગના અભાવરૂપ અનાભોગથી, અથવા નિકાચિત ક્લિષ્ટ કર્મના ઉદયથી ક્યારેક કોઈકને તેવા પ્રકારના સન્માર્ગમાં જનારા પથિકની જેમ કંટક, વર અને દિમોહ સમાન અતિચાર થાય પણ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૧/૪૧૮
ભાવાર્થ :
જે મહાત્માઓ સંસારથી અત્યંત ભય પામેલા છે તેવા મહાત્માઓ સંસારના ઉચ્છેદનો ઉપાય જિનવચન અનુસાર કર્યું અનુષ્ઠાન છે તેનો યથાર્થ બોધ કરીને સ્વભૂમિકા અનુસાર જે અનુષ્ઠાનથી પોતે સંસારનો ઉચ્છેદ કરી શકે તે અનુષ્ઠાનમાં કઈ રીતે ઉદ્યમ કરવો જોઈએ ? તેનો યથાર્થ બોધ કરીને તે પ્રકારે જ તે અનુષ્ઠાન કરવા યત્ન કરે છે તે ઉચિત અનુષ્ઠાન સ્વરૂપ છે. જેઓ પોતાની ભૂમિકાનો નિર્ણય કરીને પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનની ઉચિત વિધિનો નિર્ણય કરીને તે અનુષ્ઠાન તે પ્રકારે આરંભ કરે છે ત્યારે તે મહાત્માથી સેવાતા તે અનુષ્ઠાનમાં અતિચારનો સંભવ નથી. આમ છતાં અનાદિ મોહના કારણે ક્યારેક કોઈક જીવમાં અતિચાર થાય છે તે બતાવવા માટે સૂત્રમાં કહ્યું કે પ્રાયઃ અતિચારનો સંભવ નથી.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષના અર્થી પોતાની શક્તિનું સમાલોચન કરીને ઉચિત અનુષ્ઠાનને સ્વીકારે અને તે અનુષ્ઠાનની ઉચિત વિધિનો નિર્ણય કરીને યત્ન કરતા હોય, આમ છતાં તેઓને કયા કારણથી અતિચાર થાય છે ? તે બતાવવા અર્થે કહે છે –
તેવા પ્રકારના અનાભોગના કારણે કે નિકાચિત ક્લિષ્ટ કર્મના ઉદયના કારણે કોઈક જીવને અતિચાર થાય છે. જેમ કોઈક પુરુષ કોઈક નગરથી સન્માર્ગનો નિર્ણય કરીને તે સન્માર્ગથી ગમન કરીને ઇષ્ટ નગર જવા તત્પર થયો હોય આમ છતાં તે માર્ગમાં ક્વચિત્ કાંટા પ્રાપ્ત થાય તો તે પુરુષની ગમન ક્રિયામાં સ્મલના થાય છે, ક્વચિત્ માર્ગમાં જતાં જતાં જ્વરની પ્રાપ્તિ થાય તો ઉચિત સ્થાને જવાવાળો તે પુરુષ પણ માર્ગમાં સ્કૂલના પ્રાપ્ત કરે છે. વળી, તે ઇષ્ટ નગરના માર્ગના વિષયમાં કોઈક સ્થાને ભ્રમ થાય તો જે દિશામાં જવાનું છે તે દિશાનો નિર્ણય ન કરી શકે, તેથી સ્કૂલના પામી શકે છે, તેમ જે મહાત્મા સર્વજ્ઞનાં વચન અનુસાર પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન દ્વારા મોક્ષમાર્ગમાં પ્રસ્થિત હોય આમ છતાં શીત-ઉષ્ણ આદિ પ્રાપ્ત થાય કે ઉપયોગને સ્કૂલના પમાડનાર અન્ય કોઈ બાહ્ય નિમિત્ત પ્રાપ્ત થાય તો અનુષ્ઠાનમાં તેવા પ્રકારનો દઢ ઉપયોગ પ્રવર્તતો નથી, તેથી વીતરાગ થવાને અનુકૂળ દઢ વ્યાપારમાં કંટકવિપ્ન સમાન દઢ ઉપયોગના અભાવરૂપ અલના પ્રાપ્ત થાય છે.
વળી, કોઈક મહાત્માને મોક્ષમાર્ગની પ્રવૃત્તિકાળમાં જવરાદિ રોગની પ્રાપ્તિ થાય ત્યારે યોગમાર્ગની પ્રવૃત્તિમાં તેવા પ્રકારનો દઢ ઉપયોગ પ્રવર્તતો નથી, તેથી જ્વરવિપ્ન સમાન સ્કૂલના પ્રાપ્ત થાય છે.
વળી, કોઈક મહાત્માએ પૂર્વમાં પોતાનાથી સેવવા યોગ્ય અનુષ્ઠાનનો માર્ગાનુસારી બોધ કર્યો છે અને