________________
ઉપ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૪૯, ૫૦ દ્વારા પ્રવર્તતું ચિત્ત વીતરાગતાના સંસ્કારોના આધાનના સ્થાને અવીતરાગતાના સંસ્કારોને આધાન કરીને સંસારની વૃદ્ધિ કરે છે.
આથી જ સંસારથી ભય પામેલા મહાત્માઓ સતત વીતરાગનાં વચનનું સ્મરણ કરીને તે અનુસાર પ્રવૃત્તિ કરવા યત્ન કરે છે અને અનાભોગથી કે સહસાત્કારથી ઉપયોગ અન્યત્ર પ્રવર્તો હોય તેનું પણ સ્મરણ કરીને અંતે તેના પ્રત્યે જુગુપ્સા કરીને વીતરાગભાવ પ્રત્યેના પક્ષપાતના સંસ્કારોના આધાન અર્થે અવિધિ આશાતનાનું મિથ્યા દુષ્કૃત આપે છે. II૪૯/૪૧૬]
અવતરણિકા :
पुनरपि प्रकृतोपसंहारमाह
અવતરણિકાર્ય :
-
ફરી પણ પ્રકૃતના ઉપસંહારને કહે છે
ભાવાર્થ:
સૂત્ર-૨૭માં ભાવનાજ્ઞાનને આશ્રયીને કહેલ કે ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર શ્રેય છે. એ રૂપ પ્રકૃતના ઉપસંહારને ફરી પણ કહે છે; કેમ કે ભાવનાજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય શું છે ? તે સૂત્ર-૩૯માં બતાવતાં કહેલ કે વચનના ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ ભાવનાજ્ઞાનની ઉત્પત્તિની યોનિ છે, તેથી વચન અનુષ્ઠાન પણ જો ઉચિત ન હોય તો ભાવનાજ્ઞાનનું કારણ બને નહિ. માટે વચન અનુષ્ઠાન પણ કેવું શ્રેય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ફ૨ી પણ સૂત્ર-૨૬માં કહેલ કથનને કહે છે -
સૂત્રઃ
इत्युचितानुष्ठानमेव सर्वत्र प्रधानम् ||५० / ४१७ ।।
સૂત્રાર્થ :
-
એથી=ઉપદેશની પાલના જ ભગવાનની ભક્તિ છે એથી, ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર પ્રધાન છે=સર્વ ક્રિયાઓમાં પ્રધાન છે. II૫૦/૪૧૭||
ટીકા ઃ
તસ્રાવત્ ।૫૦/૪૭।।
ટીકાર્થ :
તાવત્ ।। આ=આ સૂત્રનો અર્થ પૂર્વની જેમ છે=સૂત્ર-૨૬ની જેમ છે. ૫૦/૪૧૭। ભાવાર્થ:
યોગમાર્ગનાં સર્વ અનુષ્ઠાન જિનવચનથી નિયંત્રિત થાય તો ઉચિત અનુષ્ઠાનરૂપ બને. જે અનુષ્ઠાનમાં