________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૫૦, ૫૧
લેશ પણ જિનવચનનું નિયંત્રણ નથી કે જિનવચનના નિયંત્રણને અભિમુખ ભાવ પણ નથી તે અનુષ્ઠાન અનુચિત અનુષ્ઠાન છે અને ઉચિત અનુષ્ઠાન જ સર્વ પ્રવૃત્તિઓમાં પ્રધાન છે અર્થાત્ કલ્યાણનું કારણ છે. આથી જ સ્વભૂમિકાનું આલોચન કર્યા વગર ત્વરાથી ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનનો સ્વીકાર કરીને કોઈ જીવ તે અનુષ્ઠાનને લેશથી પણ જિનવચન અનુસાર કરી શકે નહિ તો તે અનુષ્ઠાન અનુચિત હોવાથી સંસારનું કારણ બને છે. માટે વિવેકી જીવે સ્વસામર્થ્યનું આલોચન કરીને સ્વભૂમિકા અનુસાર પોતાના પ્રયત્નોથી કયું અનુષ્ઠાન સુસાધ્ય છે, કયું અનુષ્ઠાન કષ્ટસાધ્ય છે અને કયું અનુષ્ઠાન અસાધ્ય છે તેનો નિર્ણય કરીને બહુલતાએ સુસાધ્ય અનુષ્ઠાનમાં યત્ન કરવો જોઈએ અને ચિત્ત અપ્રમાદવાળું જણાય ત્યારે કષ્ટસાધ્ય અનુષ્ઠાનમાં પણ અત્યંત ઉપયોગપૂર્વક યત્ન કરવો જોઈએ. અને અસાધ્ય અનુષ્ઠાનમાં શક્તિસંચય થશે ત્યારે અવશ્ય ‘હું તે અનુષ્ઠાન કરીશ' તે પ્રકારના પ્રતિબંધને=રાગભાવને, ધા૨ણ ક૨વો જોઈએ જેથી કરાયેલાં અનુષ્ઠાનો ઉચિત અનુષ્ઠાન બને. II૫૦/૪૧૭ll
અવતરણિકા :
थ
-
અવતરણિકાર્ય :
કેમ આ છે=ઉચિત અનુષ્ઠાન જ પ્રધાન છે ? એથી કહે છે .
—
સૂત્ર :
પ્રાયોઽતિવારાસંમવાત્ ||૧/૪૧૮||
:
૬૯
સૂત્રાર્થ
પ્રાયઃ અતિચારનો અસંભવ હોવાથી ઉચિત અનુષ્ઠાન જ પ્રધાન છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૫૧/૪૧૮II
ટીકા ઃ
यो हि स्वोचितं कर्म कर्त्तुमारभते न तस्य तत्रातिचारः संभवति, प्रायोग्रहणेन चेदमाहतथाविधानाभोगदोषात् निकाचितक्लिष्टकर्मोदयाद्वा कदाचित् कस्यचित् तथाविधसन्मार्गयायिनः पथिकस्येव कण्टकज्वरदिग्मोहसमानोऽतिचारः स्यादपीति । । ५१ / ४१८ ।।
ટીકાર્થ ઃ
यो
સ્વાતીતિ ।। સ્વઉચિત કર્મ કરવા માટે જે આરંભ કરે છે તેને ત્યાં=સ્વઉચિત અનુષ્ઠાનમાં અતિચાર સંભવતો નથી. અને પ્રાયઃ ગ્રહણથી આને=આગળમાં કહે છે એને, કહે છે – તેવા પ્રકારના અનાભોગ દોષથી=પરિપૂર્ણ શુદ્ધ અનુષ્ઠાન કરવામાં જે પ્રકારનો માર્ગાનુસારી ઊહ