________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૬| સૂત્ર-૫૩, ૫૪ સૂત્ર -
સમાવપ્રતિવસ્થાત્ સારૂ/૪૨૦) સ્વાર્થ:
સભાવમાં=મોક્ષનું કારણ બને તેવા પરિણામની નિષ્પતિના અંગભૂત અનુષ્ઠાનમાં, પ્રતિબંધ હોવાને કારણે રાગ હોવાને કારણે, યથાશક્તિ પ્રવૃત્તિ કરે છે. પ૩/૪૨૦) ટીકા -
'सद्भावे' शक्यतया सत्यरूपे कृत्येऽर्थे चित्तस्य 'प्रतिबन्धात्' प्रतिबद्धत्वात् ।।५३/४२०।। ટીકાર્ય :
જન્માવે ....... પ્રતિબદ્ધતાત્ II સર્ભાવમાં=શક્યપણાથી સત્યરૂપ કૃત્યસ્વરૂપ અર્થમાં, જે કૃત્યથી જે ફળ અપેક્ષિત છે તે ફળ નિષ્પન્ન કરે તેવા સત્યરૂપ કૃત્યના ફળરૂપ અર્થમાં, ચિત્તનો પ્રતિબંધ હોવાને કારણે=ચિતનું પ્રતિબદ્ધપણું હોવાને કારણે, યથાશક્તિ અનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ છે. I૫૩/૪૨૦) ભાવાર્થ :
જે મહાત્માઓ સંસારથી ભય પામેલા છે, મોક્ષના અત્યંત અર્થી છે તેઓ મોક્ષના ઉપાયભૂત કેવી જીવની પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામશે તેના રહસ્યને ગીતાર્થ ગુરુ પાસેથી જાણીને તે સર્વ પરિણતિ પ્રત્યે તેઓને રાગ થાય છે અને જે અનુષ્ઠાનને સેવીને પોતે તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય સત્યરૂપ ભાવો કરી શકે તે અનુષ્ઠાનમાં યત્ન કરવાની તે મહાત્માને ઉત્કટ ઇચ્છા થાય છે; તેથી શક્તિને ગોપવ્યા વગર પોતાના પ્રયત્નોથી શક્ય હોય તેવા ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરીને તે કૃત્યથી નિષ્ણાઘ પરિણતિને પ્રગટ કરવા માટે તે મહાત્મા દૃઢ પ્રતિબંધને ધારણ કરે છે, તેથી તે મહાત્મા પોતાની શક્તિને અનુરૂપ સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. માટે પ્રાયઃ અતિચારરહિત ઉચિત અનુષ્ઠાનને એવી શકે છે. પપ૩/૪૨ના અવતારણિકા :
विपर्यये बाधकमाह - અવતણિકાર્ય :
વિપર્યયમાં=શક્ય અનુષ્ઠાન દ્વારા નિષ્પાવ ભાવમાં પ્રતિબંધ રાખવાને બદલે શક્તિ ઉપરના બાહ્ય અનુષ્ઠાનમાં પ્રતિબંધ રાખવામાં આવે તો-અનુષ્ઠાન સેવવાનો આગ્રહ રાખવામાં આવે તો, બાધકને કહે છે –