________________
૬૦.
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૪૩, ૪૪ ટીકાર્ચ -
‘પર્વ ર’ .. સૂઘનાર્થમિતિ છે અને આ રીતે આના વિષયમાં, બહુમાનગર્ભ ભગવાનનું સ્મરણ કાયે છતે ક્રિયાના વિષયમાં બહુમાનગર્ભ ભગવાનનું સ્મરણ કરાવે છતે, પ્રાયઃ=બહુલતાથી, ભગવાનનું જ ચિત્તમાં સમવસ્થાન છે=લિવેશ છે અને પ્રાયઃ ગ્રહણ ક્રિયાકાળમાં ક્રિયામાં જ ચિતનું અવસ્થાન કરવું જોઈએ (એ પ્રમાણે બતાવવા માટે છે) અન્યથા=ક્રિયાકાળમાં ક્રિયાનો ઉપયોગ રાખવામાં ન આવે અને ચિતમાં ભગવાનનું સ્મરણ રાખવામાં આવે તો તે ક્રિયાના દ્રવ્યત્વનો પ્રસંગ છે એ સૂચન માટે પ્રાયઃ ગ્રહણ છે. I૪૩/૪૧૦| ભાવાર્થ :
જે મહાત્માઓ ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક પ્રત્યુપેક્ષણાદિ સર્વ ક્રિયાઓ કરે છે તેઓના ચિત્તમાં બહુલતાએ ભગવાનનું સમવસ્થાન છે અર્થાત્ ભગવાનના ગુણોમાં જ ઉપયોગવાળું તે મહાત્માનું ચિત્ત છે, તેથી તે ચિત્ત દ્વારા તે મહાત્મા વિતરાગતુલ્ય થઈ રહ્યા છે. અહીં સૂત્રમાં પ્રાયઃ શબ્દથી એ કહેવું છે કે ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક ક્રિયાનો પ્રારંભ કર્યા પછી તે મહાત્માઓ ક્રિયાકાળમાં સેવાતી તે ક્રિયા જિનવચન અનુસાર બહિરંગ રીતે થાય અને અંતરંગ રીતે પણ જિનતુલ્ય થવાનું કારણ થાય તે રીતે ઉપયોગ રાખે છે; તેથી ક્રિયાકાળમાં ભગવાનનું સ્મરણ નથી તોપણ ભગવાનતુલ્ય થવાનો વ્યાપાર છે અને જો તે મહાત્મા ક્રિયાકાળમાં ક્રિયામાં જ ઉપયોગ ન પ્રવર્તાવે અને ચિત્તમાં ભગવાનનું સ્મરણ રાખે તો તે ક્રિયા દ્રવ્યક્રિયા થાય, તેથી તે ક્રિયા વીતરાગતુલ્ય થવાનું કારણ બને નહિ. માટે ભગવાનના સ્મરણકાળમાં
ભગવાનના સ્મરણના બળથી વિતરાગ થવાનો યત્ન તે મહાત્મા કરે છે અને ક્રિયાકાળમાં ક્રિયા દ્વારા વિતરાગતુલ્ય થવાનો યત્ન તે મહાત્મા કરે છે, તેથી વીતરાગના સ્મરણપૂર્વક કરાયેલી વીતરાગનાં વચનથી નિયંત્રિત સર્વ ક્રિયાઓ શીધ્ર સંસારના ઉચ્છેદનું કારણ બને છે. I૪૩/૪૧ના અવતરણિકા :
ननु तदुक्तकरणात् किं नाम सिध्यतीत्याह - અવતરણિકાર્ય :“ નથી શંકા કરે છે. તેમનાથી કહેવાયેલી ક્રિયાઓને કરવાથી=ભગવાન વડે કહેવાયેલી ક્રિયાઓને કરવાથી શું સિદ્ધ થાય છે ? એથી કહે છે – સૂત્રઃ
तदाज्ञाराधनाच्च तद्भक्तिरेव ।।४४/४११।। સૂત્રાર્થઃવળી, તેમની આજ્ઞાના આરાધનાથી તેમની ભક્તિ જ થાય છે. Il૪/૪૧૧૫.