________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૪૪, ૪૫
ઉ૧
ટીકા :
'तस्य' भगवत 'आज्ञाराधनात्' पुनः 'तद्भक्तिरेव' भगवद्भक्तिरेवेति ।।४४/४११।। ટીકાર્ય :
તા'. નવરેતિ ll વળી, તેમની=ભગવાનની, આજ્ઞાના આરાધનથી તેમની=ભગવાનની, ભક્તિ જ થાય છે.
‘તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૪/૪૧૧ ભાવાર્થ :
ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક જે મહાત્માઓ સર્વ અનુષ્ઠાનો કરે છે તે અનુષ્ઠાનોનું સેવન તેમની આજ્ઞાના આરાધનરૂપ છે. અને ભગવાનની આજ્ઞાના આરાધનથી ભગવાનની ભક્તિ જ થાય છે, તેથી મહાત્માઓ દ્વારા કરાયેલી ભગવાનની ભક્તિથી મહાત્માઓ ક્રમસર ભગવાન તુલ્ય બને છે. II૪૪/૪૧૧ાા અવતરણિકા :एतदेव भावयितुमाह -
અવતરણિકાર્ય :
આને જ=ભગવાનની આજ્ઞાના આરાધનરૂપ ભગવાનની ભક્તિ છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું એને જ, ભાવન કરવા માટે કહે છે –
સૂત્ર :
उपदेशपालनैव भगवद्भक्तिः, नान्या, कृतकृत्यत्वात् ।।४५/४१२।। સૂત્રાર્થ:
ઉપદેશની પાલના જ=ભગવાને આપેલા ઉપદેશ અનુસાર ઉચિત કૃત્યોનું સેવન જ ભગવાનની ભક્તિ છે, અન્ય નહિ=ભગવાનની આજ્ઞા નિરપેક્ષ પુષ્પાદિ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી એ ભગવાનની ભક્તિ નથી; કેમ કે ભગવાનનું કૃતકૃત્યપણું છે. ll૪૫/૪૧રા ટીકાઃ
प्रकटार्थमेतदिति ।।४५/४१२।। ટીકાર્ય :પ્રાર્થનેતિ આકસૂત્રનો અર્થ પ્રગટ છે. તેથી ટીકાકારશ્રીએ ટીકા કરેલ નથી. ૪૫/૪૧૨ા