________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ અધ્યાય-૬ | સૂત્ર-૪૨, ૪૩
ટીકાર્થ ઃ
भगवता
અનુભમાવનનનેનેતિ ।। ભગવાન એવા અરિહંત વડે આ પ્રકારના ક્રિયમાણ પ્રકારથી પ્રત્યુપ્રેક્ષણાદિ નિરૂપિત છે એ રીતે અનુકૂળ ભાવજતન દ્વારા આરાધનાનો યોગ હોવાથી=વીતરાગતાને અનુકૂળ ભાવજનન દ્વારા આરાધનાનો યોગ હોવાથી, ભગવાનનું બહુમાનગર્ભ સ્મરણ છે એમ પૂર્વસૂત્ર સાથે અન્વય છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૨/૪૦૯
ભાવાર્થ:
જે મહાત્માઓ સંયમની સર્વ ક્રિયાઓ ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક કરે છે ત્યારે તેઓને સ્મૃતિ થાય છે કે ભગવાને પ્રત્યુપેક્ષણાદિ સર્વ ક્રિયાઓ આ પ્રકારની બાહ્ય વિધિપૂર્વક કરવાની કહી છે અને પ્રત્યુપેક્ષણાદિ કાળમાં સાધુનો સર્વ જીવો પ્રત્યે જે સમભાવનો પરિણામ છે તે ભાવની પુષ્ટિ થાય તે પ્રકારના ઉપયોગપૂર્વક અંતરંગ રીતે સર્વ ક્રિયાઓ કરવાની કહી છે, તેથી તે સ્મરણપૂર્વક ક્રિયાઓ સાધુ કરે ત્યારે વીતરાગતાને અનુકૂળ એવા સમભાવના જનન દ્વારા ભગવાનની આજ્ઞાના આરાધનનો યોગ થાય છે. માટે તે ક્રિયા દ્વારા તે મહાત્માનું ચિત્ત ભગવાનના ગુણોથી રંજિત બને છે, તેથી તે સર્વ અનુષ્ઠાનો તે મહાત્મા માટે મહાગુણનાં કારણ બને છે. II૪૨/૪૦૯ના
અવતરણિકા :
एवं सति यत् सिद्धं तदाह
સૂત્રાર્થ
૫૯
-
અવતરણિકાર્થ :
આમ હોતે છતે=ભગવાનના વચનના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયાથી ભગવાનની આરાધનાનો યોગ થાય છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું એમ હોતે છતે, જે સિદ્ધ થાય છે તેને કહે છે
સૂત્ર :
एवं च प्रायो भगवत एव चेतसि समवस्थानम् ।।४३/४१०।।
:
-
અને આ રીતે=પૂર્વમાં કહ્યું કે ભગવાનના વચનના સ્મરણપૂર્વક સર્વ ક્રિયાઓ કરવી જોઈએ એ રીતે, પ્રાયઃ ચિત્તમાં ભગવાનનું જ સમવસ્થાન છે. II૪૩/૪૧૦]
ટીકા ઃ
'एवं च' एतस्मिंश्च बहुमानगर्भे भगवत्स्मरणे सति 'प्रायो' बाहुल्येन 'भगवत एव चेि समवस्थानं' निवेशनम्, 'प्रायो 'ग्रहणं च क्रियाकाले क्रियायामेव चित्तावस्थानं विधेयम्, अन्यथा तत्क्रियाया द्रव्यत्वप्रसङ्गादिति सूचनार्थमिति ।।४३ /४१० ।।