________________
પ૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૪૦, ૪૧ ભાવાર્થ :
ભગવાનનું વચન ભગવાનને તુલ્ય થવાને અનુકૂળ ઉચિત દિશામાં યત્ન કરવાનો માર્ગ બતાવે છે, તેથી ભગવાનના વચનનું સ્મરણ કરીને તેના ઉપયોગથી થતી પ્રવૃત્તિનું આત્મા માટે અત્યંત ઉપકારીપણું છે, તેથી જે મહાત્મા વચનઉપયોગપૂર્વક સર્વ પ્રવૃત્તિઓ કરે છે તે ક્રમે કરીને ભગવાનના વચનથી અત્યંત ભાવિત બને છે. માટે વચનના ઉપયોગથી ભાવનાજ્ઞાન પ્રગટે છે એમ અન્વય છે. ૪૦/૪૦ળા અવતરણિકા -
एतदेव भावयन्नाह - અવતરણિકાર્ય :
આને જ=ભગવાનના વચનનો ઉપયોગ મહાગુણવાળો છે એને જ, ભાવન કરતાં કહે છે –
સૂત્ર:
तत्र ह्यचिन्त्यचिन्तामणिकल्पस्य भगवतो बहुमानगर्भं स्मरणम् Tી૪/૪૦૮ના સૂત્રાર્થ :
ત્યાં વચનઉપયોગમાં અચિંત્યચિંતામણિકા એવા ભગવાનનું બહુમાનગર્ભ સ્મરણ છે. માટે વચનઉપયોગનું મહાગુણપણું છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. ll૪૧/૪૦૮li ટીકા :
'तत्र' वचनोपयोगे सति 'हिः' यस्मादचिन्त्येन चिन्तयितुमशक्यप्रभावेन 'चिन्तामणिना' मणिविशेषण 'कल्पस्य' तुल्यस्य 'भगवतः' पारगतस्य 'बहुमानगर्भ' प्रीतिसारं 'स्मरणम्' अनुध्यानं जायते
૪૨/૪૦૮ાા ટીકાર્ય :
તત્ર' - નાયરે છે ત્યાં=દરેક પ્રવૃત્તિમાં, વચનનો ઉપયોગ હોતે છતે જે કારણથી અચિંત્ય ચિંતામણિકલ્પ એવા ભગવાનનું ચિંતન કરવું અશક્ય છે એવા પ્રભાવવાળા મણિવિશેષ તુલ્ય પારગતનું, અર્થાત્ સંસારથી પાર પામેલા એવા ભગવાનનું, બહુમાનગર્ભ=પ્રીતિસાર, સ્મરણ અનુધ્યાત થાય છે. I૪૧/૪૦૮. ભાવાર્થજે મહાત્માઓ ભગવાનના વચન અનુસાર સ્વભૂમિકાનો નિર્ણય કરીને સ્વભૂમિકા અનુસાર ઉચિત