________________
૫૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૩૯, ૪૦
ભાવાર્થ:
પૂર્વસૂત્રમાં કહ્યું કે ભાવનાજ્ઞાન જ સર્વ દોષોના નાશનો હેતુ હોવાથી મુમુક્ષુએ ભાવનાજ્ઞાનમાં જ યત્ન કરવો જોઈએ. એથી હવે ભાવનાજ્ઞાનની પ્રાપ્તિ અર્થે મુમુક્ષુએ શું કરવું જોઈએ ? એ બતાવતાં કહે
મુમુક્ષુ એવા સાધુએ સંયમની સર્વ પ્રવૃત્તિઓ શાસ્ત્રમાં આ રીતે અને આ રીતે કહેવાય છે એનો શાસ્ત્રના વચનથી નિર્ણય કરવો જોઈએ અને તે નિર્ણય કર્યા પછી તે પ્રકારની વિધિમાં ઉપયોગ રાખીને સંયમજીવનની પ્રત્યુપેક્ષણાદિ સર્વ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જેથી તે તે ક્રિયાકાળમાં શાસ્ત્રવચનાનુસાર શ્રુતજ્ઞાનના સૂક્ષ્મ સૂક્ષ્મતર ભાવો આત્મામાં પ્રગટ થાય છે; જેનાથી ક્રમે કરીને આત્મામાં ભાવનાજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તે ભાવનાજ્ઞાન પ્રગટ થયા પછી તે ભાવનાજ્ઞાન જ સર્વ દોષોનો ઉચ્છેદ કરાવીને મોક્ષની પ્રાપ્તિનું કારણ બનશે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિઓ કરવાથી ક્રમસર ભાવનાજ્ઞાન પ્રગટે છે. ત્યારપછી ભાવનાજ્ઞાનથી નિયંત્રિત પ્રત્યુપેક્ષણાદિ સર્વ પ્રવૃત્તિઓ થાય છે, જે સંયમના ઉત્તરઉત્તરના કંડકની વૃદ્ધિ દ્વારા સતત મોહના ઉમૂલનનું કારણ બને છે. h૩૯/૪૦૬ાા અવતરણિકા :
યુકત ? ત્યાર – અવતરણિકાર્ય :
કેમ=ભાવનાજ્ઞાનની યોનિ વચનઉપયોગપૂર્વકની વિહિત પ્રવૃત્તિ કેમ છે? એથી કહે છે – સૂત્ર :
_ महागुणत्वाद् वचनोपयोगस्य ।।४०/४०७ ।। સૂત્રાર્થ -
વચનઉપયોગનું મહાગુણપણું હોવાથી ભાવનાાનની યોનિ વચનઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ છે એમ અન્વય છે. ૪૦/૪૦૭ll ટીકા - ___ अत्यन्तोपकारित्वाद् 'वचनोपयोगस्य' उक्तरूपस्य ।।४०/४०७।। ટીકાર્ય :
અત્યન્તોપરિત્રાત્... ૩રૂપશુ આ ઉક્તરૂપ એવા વચનઉપયોગનું અત્યંત ઉપકારીપણું હોવાથી ભાવતાજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. ૪૦/૪૦૭થા